મોરબીના સોખડામાં પ્રોપેન ગેસની ચોરી કરીને વેચવાનું કૌભાંડ, ૩ ઝડપાયા
મોરબી જિલ્લામાં ચોરી છૂપીથી થતી અનઅધિકૃત પ્રવૃતિ અટકાવવા અને તેની સાથે જાેડાયેલા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સુચનાને પગલે આવી પ્રવૃતિ કરતા તત્વોને ઝડપી લેવા એલસીબીએ બાતમીદારોને સક્રિય કર્યા હતા. આ દરમિયાન એલસીબી ઈ.પીઆઈ એન.એચ.ચુડાસમાં અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા સામે આવેલ શેરે પંજાબ હોટલ નજીક, અવધ વે બ્રીજ પાછળ, બામણકા સીમ જતા રસ્તે બહાદુરગઢ ગામનીસીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક તત્વો ગેરકાયદે પ્રોપેન ગેસનું કટિંગ કરતા હોય બાતમી આધારે એલસીબી ટીમે બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો હતો .
અને સ્થળ પરથી રાત્રીના સમયે હાઇવે પર ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરી ડ્રાઇવરો સાથે મેળાપીપણું કરીને ગેસ ભરેલ ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સિલિન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા જીજ્ઞેશ ઉર્ફે લાલો મેરામભાઇ તથા પ્રદિપ ઉર્ફે લાલો મુળુભાઇ આહિર રામસીંગ વિજયસીંગ રાઠોડ દરબાર ઉ.વ.૫૮ રહે. રાતાનાડા શિવરોડ, તા.જિ.જાેધપુર રાજસ્થાન ત્રણ ઇસમને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ૨૮ ગેસ સિલિન્ડર, ગેસનું ટેન્કર,બોલરો કાર સહિત રૂ. ૨૯,૮૫,૪૨૪ ના મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments