fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીની દુર્ઘટના પહેલાનો વીડિયો થયો વાયરલ,પૂલ પર આવું કરતા જાેવા મળ્યા લોકો

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો, આન બાન અને શાન ગણાતા ઝૂલતા પૂલની તૂટવાની ઘટનાએ રાજ્ય સહિત દેશને સ્તબ્ધ કરી દીધા છે. ૫૦૦થી વધુ લોકો પૂલ તૂટવાથી પાણીમાં ડૂબ્યા જેમાં અત્યાર સુધીમાં ૧૪૧ થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. હજુ અને લોકો ગૂમ છે જેમને શોધવા માટે સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ યુદ્ધ સ્તરે કામગીરી કરી રહી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૧૩૨ લોકોના મોતની સત્તાવાર રીતે પુષ્ટી કરાઈ છે. આ આંકડો હજુ વધવાની આશંકા છે. ઝૂલતો પુલ તૂટ્યો તે પહેલાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. રવિવારનો રજાનો દિવસ અને દિવાળીનું વેકેશન હોવાના કારણે અનેક લોકો પરિવાર સહિત બ્રિજ પર મજા માણવા માટે આવ્યા હતા.

લોકો પુલ પર મોજમસ્તી કરતા પણ જાેવા મળ્યા. કેટલાક સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા તો કેટલાક યુવાનો પુલને હલાવીને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાય છે. વર્ષો જૂના આ પુલનું હાલમાં જ સમારકામ થયું હતું અને લોકો માટે ખુલ્લો મુકાયો હતો. રવિવારે બ્રિજ પર આશરે ૫૦૦થી વધુ લોકો હોવાનું કહેવાઈ રહ્યું છે. બ્રિજની ખરેખર કેપેસિટી ૧૦૦ લોકોનું વજન ઝીલી શકે એટલી જ હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવે છે. આમ કેપેસિટી કરતા વધુ લોકો ભેગા થવાથી આ દુર્ઘટના ઘટી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે આખરે કેપેસિટી કરતા વધુ લોકો બ્રિજ પર પહોંચ્યા કેવી રીતે?

Follow Me:

Related Posts