મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઇકોર્ટે જામીન આપ્યા
મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં વધુ એક આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઇકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ઝુલતા પુલ કેસના કુલ 6 આરોપીને જામીન મળ્યા છે. 3 સુરક્ષાકર્મી, 2 કલાર્ક અને 1 મેનેજરને હાઇકોર્ટે જામીન મુક્ત કર્યા છે. ઝૂલતો પુલ તૂટવાને કારણે 135થી વધુ લોકોના મોત થયા હતા.
Recent Comments