fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં કોરોનાનું મહાસંકટઃ સોમવારથી તમામ દુકાનો બપોર બાદ બંધ રહેશે

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર સુરત અને અમદાવાદમાં જાેરદાર વરસી રહ્યો છે, અને ઉત્તરોતર કેસમાં વધારો થઈ રહ્યો છે. મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલ મોરબીને લઈને એક હકીકત સામે આવી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે મોરબીની ૧૦૦ બેડની સરકારી હોસ્પિટલમાં માત્ર ૨૨ જ બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને સારવાર માટે બેડ મળી રહ્યા નથી. જેના કારણે વિકટ પરિસ્થિતિ ઉદ્દભવી છે. મોરબીના અમુક દર્દીઓ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના વેપારી એસોશીએશન દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સોમવારથી મોરબીમાં તમામ દુકાનો બપોર બાદ બંધ રહેશે.

ગુજરાતના મોરબી જિલ્લામાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના કેસ વધતા વેપારી એસોએશને આ ર્નિણય લીધો છે. વેપારીઓનાં જુદા જુદા એસોએશન દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં સોમવારથી શહેરની દુકાનો અડધો દિવસ ખુલી રહેશે, બપોરે બે વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે.

મોરબીમાં અડધા દિવસના લોકડાઉન વિશે મળતી માહિતી પ્રમાણે સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે વેપારી એસોસિએશન દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. સોમવારથી મોરબી શહેરની દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રહેશે. મોરબીના બીલીયા ગામમાં કોરોનાનું સંક્રમણ વધતા ગામમાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સોમવારથી મોરબી શહેરની તમામ દુકાનો બે વાગ્યા બાદ બંધ રહેશે તેવો વેપારી એસોસીએશન દ્રારા ર્નિણય કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts