મોરબી જીલ્લામાં દિન પ્રતિદિન હત્યા, લુંટ, મારામારી, જેવી ધટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં અવારનવાર હત્યાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના નવલખી બંદર ખાતે ગાડીમાં લોડિંગ કરવા બાબતે યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સાથળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
આ યુવાનને છરીનો ઘા ઝીંકીને હત્યા કરનારા શખ્સોને પકડવા માટે તપાસ શરુ કરવામાં આવેલ છે. આપને જણાવી દઈએ કે, મોરબી જિલ્લાની અંદર આવતા નવલખી બંદર ખાતે યુવાનને છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. હાલમાં માળીયા મિંયાણા તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકા પોલીસની હદમાં આવતા મોટા દહીસરા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નવલખી બંદર ખાતે કામ કરતાં દશરથ સિંહ ભગવતસિંહ જાડેજા (ઉ.વ.૪૨) નામના યુવાનને નવલખી બંદરની અંદર છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી છે.
છરી મારીને નાસી ગયેલા છે તે શખ્સને શોધવા માટે કવાયત ચાલુ છે અને જાેકે, જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેના કુટુંબના ગામમાં જ રહેતા શખ્સે છરી મારી હોવાની માહિતી પોલીસને મળી રહી છે જેના આધારે તપાસ ચાલી રહી છે.
Recent Comments