fbpx
ગુજરાત

મોરબીમાં બોલેરો સાથે માર્ગ અકસ્માતમાં ૧૪ માસના બાળકનું કરુણ મોત, ૧ વ્યક્તિ ઘાયલ

મોરબીના વાવડી ગામે બોલેરો સાથે માર્ગ અકસ્માતમાં બાઇકસવાર ૧૪ માસના બાળકનું કરુણ મોત થયું હતું અને તેના પિતા મિલનભાઈ સોઢિયાને સારવાર માટે રાજકોટ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મિલનભાઈ પોતાના માસૂમ પુત્રને બાઈક પર આંટો મરાવવા નીકળ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા બોલેરોચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તપાસ શરૂ કરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી ગામે રાત્રે બાઇક પર તેમના દોઢ વર્ષના બાળકને લઇને ગામમાં આંટો મારવા નીકળ્યા હતા. તે સમયે બોલેરોએ બાઇકને ટક્કર મારતા અકસ્માત થયે હતો. અકસ્માતમાં પિતા અને પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દોઢ વર્ષના માસુમને તાત્કાલિક સારવાર માટે મોરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં માસુમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ માર્ગ અકસ્માતની જાણ થતાં જ મોરબી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક વિહાન સોરઠિયા તેના માતા પિતાનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. રાત્રીના સમયે પિતા મિલનભાઈ સોરઠિયા પુત્ર વિહાન સોરઠિયાને બાઈકમાં આગળ બેસાડી ગામમાં ચક્કર મારવા લઈ ગયા હતા, ત્યારે કાળ બનીને ધસી આવેલા બોલેરોના ચાલકે બાઈકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે પોરબી પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts