fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં મંદિરમાં માતાજીની મુર્તીમાંથી દાગીનાની તસ્કરી કરનારને પોલીસે ઝડપી પાડ્યો

મોરબી જિલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે મોરબીના મહેન્દ્રપરા શેરીનં.૨ માં આવલા મહાકાળી માતાના મંદીરમાં માતાજીની મુર્તીમાંથી દાગીના અને છત્તર સહિત રૂપિયા ૧.૪ લાખની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. મોરબીના સરદારબાગ પાછળ શિવમ હાઈટ્‌સમાં રહેતા દિનેશ મોતીલાલ ભોજાણીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સસ્તા અનાજની દુકાન ચલાવે છે અને દુકાને જતાં પહેલા અને દુકાન બંધ કર્યા બાદ મહાકાળી માતાના મંદીરે દર્શન કરવા જવાનો તેમનો નિત્યર્ક્મ છે. તારીખ ૨૭ ડિસેમ્બરના રોજ તેઓ રાતના સમયે મંદીરે દર્શન કરવા ગયા હતા.

ત્યારે માતાજીના મંદીરે સોનાના છતર તેમજ ચાંદીના છતર હતા. ત્યારબાદ મંદીરના પુજારી દિપકભાઇ એ મંદીરના દરવાજે તાળું મારેલું હતુ. બીજે દિવસે તારીખ ૨૮ના રોજ દિનેશભાઇ સવારના ઘરેથી નિકળીને મહાકાળી માતાના માંદિરે આવતા મંદીરના પુજારી દીપકભાઇ રાત્રીના મંદીરના દરવાજે તાળું મારીને ઘરે ગયેલા હતા અને સવારે આરતી કરવા સારૂ મંદીરે આવતા મંદીરના દરવાજાનુ તાળું તુટેલં હતુ. માતાજી ઉપર ચડાવવામાં આવેલા સોનાના ત્રણ છતર જેમાં એક છતર એક તોલાનું હતુ.

તથા ચાંદીના નાના મોટા છતર આઠ તે જાેવામાં આવ્યા ના હોવાનું પુજારી દિનેશભાઈ ભોજાણીને જણાવતા મંદિરમાં તપાસ કરતાં તસ્કરોએ માતાજીના મંદીરના દરવાજા તાળા તોડી મંદીરમાં માતાજીની મુર્તી ઉપર ચડાવવામાં આવેલા સોનાના ત્રણ છતર રૂપિયા ૧,૩૨,૦૦૦ તથા ચાંદીના નાના મોટા ૮ છતર રૂપિયા ૮૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૪૦,૦૦૦ના મુદામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી દિનેશભાઈ પુંજાભાઈ ટુંડીયાને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts