મોરબીમાં રૂ.૩૭.૨૪ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર-પાણી પુરવઠા યોજનાનું કરાયું ખાતમૂહુર્ત
સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી નગરપાલિકાની ૨૭.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારી ભુગર્ભ ગટર યોજના તથા ૯.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ ગટર યોજના તથા પાણી પુરવઠા યોજના થકી ૧૧૫થી વધુ વાડી વિસ્તારની સોસાયટીઓને મળશે. આ વિસ્તારમાં વધુ વિકાસના કામો થાય તે માટે રાજકીય આગેવાનો તથા અધિકારીઓની મહત્વની ભૂમિકા છે. ઉપરાંત આ વિકાસ કામોમાં નાગરિકો પણ આત્મીયતા દાખવે તો કામ સર્વોત્તમ થાય તેમાં શંકાને સ્થાન નથી. આ વિસ્તાર સૂચિત સોસાયટી બને અને તેને વહેલી તકે સનદ મળે તે માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત પ્રયત્ન કરી રહ્યા છે. ઉપરાંત ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધા બાદ આ વિસ્તારમાં ત્વરિત રસ્તા બને તે માટે પણ તેમણે નગરપાલિકાને સૂચના આપી હતી.
Recent Comments