મોરબીમાં સગીરાને વિધર્મી શખ્સે પ્રેમ જાળમાં ફસાવી, અને પછી શરીરસુખ માણ્યું!!..
નાની વાવડી ગામે રહેતી સગીરને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને ત્યારબાદ તેની નાની બહેનનું અપહરણ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેની સગીરાએ તેની માતાને વાત કરી હતી. ત્યારબાદ સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી બિલાલ માણેક નામના શખ્સની ધરપકડ કરેલ છે. મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની સગીર વયની દીકરી અભ્યાસ કરવા જતી હતી.
ત્યારે શાળાની આસપાસ આંટા મારીને યુવાન દ્વારા તેણીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી અને બાદમાં તેણીની નાની બહેન તથા ભત્રીજીને ઉઠાવી જવાની ધમકી તેમ જ પોતાના હાથમાં બ્લેડના છેકા મારી લેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. જેથી કરીને સગીરાની માતાએ હાલમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બિલાલ આદમભાઈ માણેક નામના શખ્સની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે. હાલમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ વિપ્ર પરિવારની સગીરવયની દીકરી ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી. જેથી શાળાએ જતી હતી તે દરમિયાન તેની શાળાની આસપાસ વિધર્મી યુવાન દ્વારા તેણીનો પીછો કરવામાં આવતો હતો અને સગીરાના ભોળપણાનો લાભ લઇ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ આ યુવાન વીસીપરામાં તેના ઘરે લઈને ગયો હતો અને ત્યાં સગીરાને તેની નાની બહેન અને ભત્રીજીને ઉપાડી જવાની ધમકીઓ આપીને તેમજ ઈમોશનલ બ્લેકમેલ કરીને પોતાની જાતે જ પોતાના હાથે બ્લેડ વડે છેકા મારી લેવાની ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
હાલ ભોગ બનેલ સગીરાએ તેની માતાએ બનાવની જાણ કરતાં સમગ્ર બનાવ સામે આવ્યો હતો અને આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બિલાલ માણેક નામના શખ્સની સામે ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પીઆઇ એચ.એ. જાડેજા અને તેની ટિમ દ્વારા તાત્કાલિક આરોપી બિલાલ માણેક નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જાે કે, ઘરની બહાર નીકળતી દીકરીનો કોઈ પીછો કરેલ છે કે કેમ તેને હેરાન કરે છે કે કેમ તેની વાલીઓને પણ દરકાર લેવાની જરૂર છે તો જ આવા બનાવોને બનતા અટકાવી શકાય તેમ છે.
Recent Comments