fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં ૯૦૦ મણ એરંડામાં આગ લગાડી આધેડને ધમકી આપી

મોરબીના પંચાસર ગામમાં જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીમાં એક ઓરડીમાં રહેતાં હીરાભાઇ ભનાભાઈ પરમારે વિઘોટીમાં રાખેલા ૬૦ વીઘા ખેતરમાં વાવેલા ૯૦૦ મણ એરેંડાનો પાક તૈયાર થયો હોવાથી કાપણી કરી ઢગલા કર્યા હતા.દરમિયાન રવિવારે આરોપી ભવાનસિહ અલુભા ઝાલા અને ભુરુભા સુરુભાઝાલાએ અંગત અદાવત રાખી ખેતરમાં તૈયાર પાક સળગાવી નાખ્યો હતો અને હીરાભાઈ પરમારને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

મોરબી તાલુકા પોલીસે આરોપી ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભા ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પીએસઆઈ વી.બી. કોઠીયા તપાસ ચલાવી રહ્યા છે. હજુ આ ઘટનામાં આગ લગાવવા અંગે કોઈ ચોક્કસ કારણ હોવાનું સામે આવ્યું નથી.જાે કે આ ઘટનામાં આરોપીઓને અગાઉ જમીનના જૂના ઝઘડાનું મનદુઃખ રાખી આ કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે. હવે આ ઝઘડો જમીન માલિક સાથે થયો હતો કે જમીન વિઘોટી રાખનાર તે સાથે થયો તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

વધુ તપાસ પીએસઆઇ વી.બી કોઠિયા ચલાવી રહ્યા છે.મોરબીના પંચાસર ગામમાં એક આધેડે વિઘોટીમાં ૬૦ વીઘા ખેતર રાખ્યું હતું, જેમાંથી ૯૦૦ મણ એરંડાના પાકનું ઉત્પાદન થયું હતું. જેની ભારી કરી ખેતરમાં રાખી હતી ગામના જ બે શખ્સે આ તમામ પાક સળગાવી નાખ્યો હતો. તેમજ આધેડને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી માથાભારે શખસો ફરાર થઈ ગયા હતા. તપાસમાં જૂની અદાવતનો ખાર રાખી અમુક શખ્સોએ આ કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts