રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પામેલો કેદી પેરોલ જંપ કરી ફરાર થયો હતો. આ કેદી પેરોલ પર છૂટ્યા બાદ એક માસથી કેદી ફરાર હતો. જેને હળવદના સુસવાવ નજીકથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબીટીમ ફરાર આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશ વાઘેલા, ચંદ્રકાંત વામજા અને બ્રિજેશ કાસુન્દ્રાને રાજકોટ જેલમાંથી પેરોલ જંપ કરી ફરાર થયેલ કેદી વિશે બાતમી મળી હતી. જેમાં હળવદ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં આરોપી જયંતી નાનજી રાઠોડ (ઉ.વ.૫૦) હળવદ તાલુકાના સુસવાવનો રહેવાસી તેને આજીવન કેદની સજા થઈ હતી.
આ કેદી તા. ૧૭-૧૦-૨૦૨૨ થી તા. ૧૭-૧૧-૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેને પાકા કામના કેદીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા. ૧૭-૧૧ના રોજ હાજર થવાનું હતું. પરંતુ આરોપી પેરોલ રજા પરથી ફરાર થયો હતો. જે કેદી સુસવાવ તા. હળવદ ખાતે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ હાથ ધરી હતી. જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે. જે. ચૌહાણ, પીએસઆઈ એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમનો સ્ટાફ જાેડાયેલો હતો.
Recent Comments