ગુજરાત

મોરબી કરુણાંતિકામાં હતભાગીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી સ્થિત મચ્છુ નદી ખાતે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં નાના બાળકો સહિત ૧૩૦થી વધુ વ્યક્તિઓ મોતને શરણ થયા છે. આ કરુણ બનાવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં શ્રદ્ધાંજલિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના જાેધપુર ગેઈટ ઉપરાંત ભાટિયા, સુરજકરાડી-ઓખા પાલિકા વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગજ્જનના વડપણ હેઠળ ગઈકાલે રાત્રે કેન્ડલ માર્ચ તેમજ દીપક પ્રગટાવી સાથે બે મિનિટનું મૌન પાળીને આ હોનારતમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

Related Posts