ભાવનગર

મોરબી ખાતે પૂલ તુટતાં મૃત્યુ પામેલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરારિબાપુ

હમણાં જ મળતા સમાચાર અનુસાર આજે સાંજે મોરબી ખાતે ઝુલતો પુલ તૂટવાથી 60 થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે એવી આશંકા વ્યક્ત થઇ રહી છે. મળતી માહિતી અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. આ અત્યંત કરુણ અને દુઃખદ ઘટનામાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને માટે પૂજ્ય મોરારીબાપુએ રાજસ્થાનનાં નાથદ્વારામાં ચાલી રહેલ રામકથામાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 

આજે સાંજે એમને નાથદ્વારા ખાતે આ સમાચાર પ્રાપ્ત થયા ત્યારે તેમણે ઊંડું દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને મૃતકોનો ચોક્કસ આંકડો નક્કી થયા બાદ પ્રત્યેક મૃતકના પરિજનોને રુપિયા પાંચ પાંચ હજારની સહાયતા રાશિ પણ અર્પણ કરવામાં આવશે. પુનઃ એક વખત પૂજય બાપુ એ શ્રી હનુમાનજી ના ચરણોમાં સૌ મૃતકો માટે પ્રાર્થના કરી છે.

Follow Me:

Related Posts