મોરબી તેમજ વાંકાનેરમાં આત્મહત્યાં ૭ બનાવમાં બાળક સહીત સાત લોકોના મોત થયાં
મોરબી તેમજ વાંકાનેર અને ટંકારા,હળવદમાં અપમૃત્યુ તેમજ આપઘાતના ૭ બનાવમાં બાળક સહીત ૭ના મોત થયા હતા. ડૂબી જતા પાડધરા ગામે પ્રૌઢે, હળવદમાં તરૂણીએ જીવ ગુમાવ્યો હતો. મોરબી,ટંકારામાં બે યુવાનોએ આપઘાત કર્યો છે. મીતાણામાં ગરમ પાણી માથે પડતા બાળકનું મોત થયું હતું. રણજીતગઢ ગામે કારની ઠોકરે પ્રૌઢનું મોત થયું છે. વાંકાનેરના ગાત્રાળનગર નજીક લોડીંગ રીક્ષા અને બાઈક અથડાતા યુવાનનું મોત થયું હતું. મોરબીના શનાળા બાયપાસ લાયન્સનગર શેરી નં ૧ માં રહેતા મહેશ લાખાભાઈ રાઠોડ નામના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા મોત થયું હતું.
વાંકાનેરના પાડધરા ગામે રહેતા બાઘાભાઇ જાદુભાઈ ડેણીયા એ અકસ્માતે બેલાની ખાણમાં ઉંચાઈ પરથી નીચે પાણી ભરેલ ખાડામાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું. ટંકારાના લખધીરગઢ રોડ પર આવેલ જય બાલાજી પોલીપેક કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતા વીકીકુમાર શિવાકુમાર ગૌણ (ઉ.વ.૨૫)એ કારખાનાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ટંકારાના મીતાણા ગામે આવેલ રેક્ષ્વેલ ફેકટરીમાં રહીને મજુરી કરતા હિતેશભાઈ પારગીનો ૨ વર્ષનો પુત્ર પારસ રોજ રમતો હોય ત્યારે ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. વાંકાનેરના સિંધાવદર ગામના રહેવાસી ગૌતમ રાઠોડ પોતાનું બાઈક લઈને ગાત્રાળનગર (સિંધાવદર) પાસેથી જતા હતા. ત્યારે લોડીંગ રીક્ષાના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક ગૌતમ પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.હળવદના રણજીતગઢ ગામના પાટિયા પાસે સતીષભાઇ મગનભાઈ તડવી(ઉ,વ.૫૨) ચાલીને જતા હતા. ત્યારે કાર ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હળવદના ધોબા કુવા વાડી વિસ્તારમાં રહેતી કૈલાશ ગુમાનસિંહ રાઠવા વાડીએ વહેલી સવારે બાથરૂમ કરવા જતી હતી. ત્યારે પાણી ભરેલ કુવામાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું.
Recent Comments