રાષ્ટ્રીય

મોરબી દુર્ઘટના પર ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે દુખ વ્યક્ત કર્યું

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલેલા શોક સંદેશમાં કહ્યું કે આ સમાચાર સાંભળીને સ્તબ્ધ છું. ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ પ્રમાણે રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સંદેશમાં દુર્ઘટના પર સ્તબ્ધતા વ્યક્ત કરી છે.

એજન્સી પ્રમાણે, ‘ચીનની સરકાર અને જનતા તરફથી જિનપિંગે લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવારો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.’ આ દિવસે ચીનના પ્રધાનમંત્રી લી ક્વિંગે પણ પ્રધાનમંત્રી મોદીને શોક સંદેશ મોકલ્યો છે. ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી વાંગ યીએ પણ પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકરે મોરબીમાં થયેલા દુર્ઘટનાને લઈને શોક સંદેશ મોકલ્યો છે અને પીડિત તથા ઈજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી છે.

Related Posts