મોરબી નજીક કાર ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત : ૫ના મોત
યુવકો ભરતનગર ખાતે આવેલ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન ૧૦ વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે અશ્નમેઘ હોટેલની સામે સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી હાઈવે પર એક બંધ ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાં અકસ્માતોના બનાવો છાશવારે બનતા રહે છે જેમાં બુધવારે રાત્રે ૧૦-૧૧ના સુમારે ટીમ્બડી પાટિયા નજીક રસ્તા પર પૂરપાટ વેગે દોડતી એક કાર ધડાકાભેર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. મોરબી નજીક થયેલો ટ્રક અને કાર વચ્ચેના આ અકસ્માતમાં એટલો ભયાનક હતો કે એક સાથે ૫ યુવાનનાં મોતથી આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્પીડમાં જતા કારચાલકે સામેથી આવતાં બાઈકચાલકને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને આગળ પાર્ક કરેલી ટ્રક ન દેખાતા પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારમાં સવાર પાંચ યુવક મોતને ભેટ્યા હતા. પોલીસ તપાસમાં મોરબીમાં રહેતા તમામ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળે ટોળાં ઊમટી પડ્યાં હતાં. ટ્રક પાછળ ઘૂસેલી કારનો કચ્ચરઘાણ નીકળ્યો ગયો હતો. બાદમાં રાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં તમામ યુવાનો મોરબી શહેરના ભરતનગરથી આવતાં હતાં. આ મૃતક યુવાનો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જાેડાયેલા છે. આ અકસ્માતમાં કારમાં સવાર આનંદ શેખાવત (૨૬) તારાચંદ (૩૦),બ્રિજેન્દ્રભાઈ (૨૨), દિનેશ ઉર્ફે રાજેશકુમાર (૨૮) અને પવન મિલ્ત્રી સહિત પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. બનાવની જાણ થતાં મોરબી જિલ્લા એસપી, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ ટિમો દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ તેમજ પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતની આ ઘટનાની તપાસ શરું કરી છે.
Recent Comments