ઓદ્યોગિક નગરી મોરબીમાં ક્રાઈમ રેટ ધીમે ધીમે વધી રહ્યો છે. ગંભીર કહેવાતા ગુનાઓ અવારનવાર બનતા હોય છે. જેમાં સિરામિક ફેકટરીમાં રહેતા પરિવારની ૫ વર્ષની બાળકી સાથે સાવકા પિતાએ જ દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. તો પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી નજીક આવેલા ગ્રામ્ય પંથકમાં સિરામિક ફેકટરીમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત આચરવામાં આવી છે. પાંચ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવી હોય તેવી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદ નોંધાતા તાલુકા પીઆઈ કે.એ.વાળા સહિતની ટીમ તુરંત એક્શનમાં આવી હતી અને વધુ તપાસ ચલાવી હતી.
જેમાં રવિરાજ રાજેન્દ્રભાઈ થરેશા મુળ રહેણાંક વઢવાણ સુરેન્દ્રનગર અને હાલ મોરબી રંગપર ગામ રહેતા આરોપીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી. જેથી આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જે બનાવની સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીકના સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતી મહિલાને પાંચ વર્ષની દીકરી હોઈ જે મહિલાને સુરેન્દ્રનગર જીલ્લાના એક યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને એક જ ઓરડીમાં પતિ-પત્ની જેમ સાથે રહેતા હતા. જે સાવકા પિતાએ જ ૫ વર્ષની માસૂમ બાળકી પર નજર બગાડી હતી અને બાળકીને હવસનો શિકાર બનાવી હતી.
Recent Comments