ગુજરાત

મોરવા હડફની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ, ભાજપના ૩૦૦ કાર્યકર્તા આપમાં જાેડાયા

માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આગામી ૧૭ માર્ચના રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. પેટાચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભાજપમાં ભડકો થયો છે. એક સાથે અનેક સક્રિય કાર્યકર્તાઓએ ભાજપ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે.

મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ બાદ આપ પણ ઉમેદવાર મેદાનમાં ઉમેદવાર ઉતારવા સક્રિય બન્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરાયો છે. મોરવા હડફના ખૂંદરા ગામે કાર્યકર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સંનિષ્ઠ અગ્રણી સહિત કુલ ૩૦૦ જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અંર ન્યાય સમિતિના ચેરમેન ભાણાભાઈ ડામોર સહિત કેટલાક ભાજપ સમાર્થીત સરપંચ, કોંગ્રેસના પણ કેટલાક પૂર્વ હોદ્દેદારો આપમાં જાેડાયા છે. ત્યારે પંમચહાલની પેટાચૂંટણી પહેલા સર્જાતી આ સ્થિતિ ભાજપ માટે મોટા ઝટકા સમાન છે. ભાજપમાં ગઈકાલે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં ૨૧ ઇચ્છુકોએ ટિકિટની માંગણી કરી છે.

Follow Me:

Related Posts