મોરારિબાપુએ કોરોના ની રસી લીધી
કોરોના મહાબિમારી સામે સમગ્ર વિશ્વ ચિંતામાં છે, ત્યારે આપણે ત્યાં રસી મુકવાની ઝુંબેશમાં શ્રી મોરારિબાપુ પણ જોડાયા છે. આજે સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એક જાગૃત નાગરિક તરીકે શ્રી મોરારિબાપુએ રસીકરણ કરાવ્યું અને સૌને આ રાષ્ટ્રીય અભિયાન માટે અનુરોધ પણ કર્યો છે.
Recent Comments