fbpx
ભાવનગર

મોરારિબાપુના વ્યાસાસને લોકભારતી સણોસરા ખાતે શ્રી રામકથા

આગામી નૂતનવર્ષમાં પ્રારંભે શ્રી મોરારિબાપુના વ્યાસાસને લોકભારતી સણોસરા ખાતે શ્રી રામકથાઈશ્વરિયા ગુરુવાર તા.૨૧-૯-૨૦૨૩ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી નૂતનવર્ષમાં પ્રારંભે શ્રી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા યોજાશે.લોકશિક્ષણ, લોકજીવન અને લોકસંસ્કૃતિને કેન્દ્રમાં રાખી અધ્યાત્મ સાથે ધર્મનું લોકભોગ્ય નિરૂપણ રામકથા દ્વારા શ્રી મોરારિબાપુ કરી રહ્યા છે, ત્યારે ખૂબ ઉમળકા સાથે જ લોકભારતી સણોસરામાં લાભ મળનાર છે.ગોહિલવાડની ગૌરવરૂપ લોકભારતીમાં ગયા વર્ષે શરૂ થયેલ ખાનગી વિશ્વવિદ્યાલય સંદર્ભે શ્રી મોરારિબાપુએ સણોસરા જઈ સંસ્થાના કાર્યકર્તાઓ સાથે પોતાનો રાજીપો વ્યક્ત  કરીને આ સંસ્થાના વિકાસ હેતુ શ્રી રામકથાગાન માટે શુકનવંતી જાહેરાત કરી દીધી હતી. અહી કથા પ્રારંભ શનિવાર તા.૩૦-૧૨-૨૦૨૩ અને સમાપન રવિવાર તા.૭-૧-૨૦૨૪ જાહેર થયેલ છે.શ્રી મોરારિબાપુ મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને ગાંધી જીવનમૂલ્યો સાથે કાર્યરત સંસ્થાઓ પ્રત્યે વિશેષ અહોભાવ ધરાવે છે, ત્યારે લોકભારતી વિશ્વવિદ્યાલય શરૂ થતાં શ્રી રામકથા સંકલ્પ વ્યક્ત થયો હતો, જે  આગામી નૂતનવર્ષ દરમિયાન યોજાનાર છે.

Follow Me:

Related Posts