ભાવનગર

મોરારિબાપુના સાન્નિધ્યમાં તલગાજરડાના ચિત્રકૂટધામ  ખાતે પુસ્તક લોકાર્પણ થયું  

મહુવા નજીકના તલગાજરડા ગામના જાણીતા તીર્થસ્થળ ચિત્રકૂટ ધામ ખાતે પૂ. મોરારીબાપુ  સાનિધ્યમાં પુસ્તક લોકાર્પણ વિધિ યોજાય હતી.  જાણીતા ચિંતક જયદેવભાઈ માકડ લિખિત “બાવો બોર બાટતા”ની પ્રથમ આવૃત્તિનું પુનઃ મુદ્રણ થતાં તેનું લોકાર્પણ પૂ. મોરારીબાપુએ કર્યું હતું. આ વેળાએ કવિ  અને વક્તા નીતિન વડગામા નું સંકલન રહ્યું હતું.આ પુસ્તકમાં મોરારીબાપુ દ્વારા પ્રવાહિત જુદી જુદી રામકથાઓમાં પ્રસ્તુત એવી નાની-નાની દ્રષ્ટાંત કથાઓ સંકલિત સ્વરૂપે રજૂ થઈ છે. લોકસાહિત્ય હોય કે શિષ્ટસાહિત્ય હોય, કોઈ બાળકની મા હોય કે પછી કેળવણીકાર શ્રી ગિજુભાઈ જેવી “મુછાળીમા” હોય, વ્યક્તિના મનોવિકાસમાં વાર્તાઓ અને કથાઓનું એક આગવું સ્થાન રહ્યું છે. કમનસીબે આપણા બાળઉછેર માંથી વાર્તાઓ, હાલરડા,બાળગીતો લુપ્ત થતા જાય છે ત્યારે જયદેવભાઈ માંકડ દ્વારા સળંગ ત્રણ ભાગમાં આ કૃતિ પ્રસિદ્ધ થઈ છે. જેની ચોથી આવૃત્તિ પણ નજીકના ભવિષ્યમાં આવી રહી છે. શાળા કોલેજ તેમજ દરેક વ્યક્તિને, વાંચકને આ સંપાદન ઉપયોગી થઈ પડશે.

Related Posts