મોરારિબાપુને “શિક્ષણના ધ્રુવતારકો” પુસ્તક એનાયત થયું
ગુજરાતના ૧૩ જિલ્લાના ૩૧ શિક્ષક ભાઈ બહેનો તથા તેના કાર્યનો પરિચય કરાવતું પુસ્તક ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક ગુજરાતના શિક્ષણ જગતને પ્રેરક બની શકે તેવી ગુણવત્તા ધરાવે છે કારણ કે સમગ્ર ગુજરાતના નવાચાર કરતાં શિક્ષક ભાઈ- બહેનોના પ્રયોગોને તેમાં સમાવિષ્ટ કરેલા છે.
પુ. મોરારિબાપુ કે જેઓ શિક્ષણ પરિવારના મોભી છે અને શિક્ષણ જગતને હંમેશા પોતીકું ગણે છે.તેઓ પાસે આશિર્વાદ મેળવવા આ પુસ્તક પુ.મોરારિબાપુને સંપાદક શ્રી તખુભાઈ સાંડસુર,સહસંપાદકશ્રી જીતુભાઈ જોશી તથા વરિષ્ઠ પત્રકાર શ્રી મુકેશભાઈ પંડિત વગેરે દ્વારા અર્પણ કરવામાં આવ્યું. ચિત્રકુટધામ તલગાજરડા ખાતે શિક્ષક ભાઈ બહેનોને સતત પ્રેરકબળ તથા પ્રોત્સાહન, માર્ગદર્શનની આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે તે માટે પુ. બાપુએ રાજીપો વ્યક્ત કરી આશિષ આપ્યા હતા.
Recent Comments