ભાવનગર

મોરારીબાપુએ આ વર્ષે પણ રાજ્યના શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા

રાજ્યના તમામ જિલ્લા તમામ તાલુકામાંથી અંદાજે ૧૫થી ૨૦ શિક્ષકોને વર્ષે એકવાર તલગાજરડામાં બોલાવી મોરારીબાપુ દ્વારા સન્માનિત કરી ચિત્રકૂટ એવોર્ડ આપવાનું નક્કી થતું હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી શિક્ષકોને પોતાની કાર્ય સિદ્ધિને ધ્યાનમાં લઇ તેમજ ભણતર સાથે સાથે પ્રવૃતિઓ શિક્ષક જગતમાં પોતાનું વર્ચસ્વ, તેમજ સ્કૂલની અંદર પોતાની આવડત, નવા કોઈ પ્રયોગો આવી અનેક નાની મોટી બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ગણતરી કરવામાં આવે છે. સમગ્ર વર્ષમાં તમામ શિક્ષકોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે.

ચોક્કસ રીતે નક્કી થયેલી તારીખે જાન્યુઆરી મહિનામાં મોરારીબાપુ તમામ શિક્ષકોને તલગાજરડાની પ્રાથમિક સ્કૂલની અંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આયોજનમાં એવોર્ડ વિજેતા શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ આપી સાથે પ્રસાદી રૂપે ભેટ પૂજા આપીને સન્માનિત કરતા હોય છે. સમગ્ર કાર્યક્રમની અંદર સીતારામ બાપુ જાળીયા વાળા ઉપસ્થિત રહેતા હોય છે. સાથે શિક્ષક ગણ તેમજ તલગાજરડાના નગરજનોની હાજરીમાં એવોર્ડ આપીને શિક્ષકને સન્માનિત કરતા હોય છે.

Related Posts