fbpx
ગુજરાત

મોરારીબાપુની કથાને નડ્યો કોરોના, ઉત્તરાખંડની રામકથા સ્થગિત

કોરોનાએ છેલ્લા દોઢ વર્ષમાં તમામ ધંધા વ્યવસાયને માઠી અસર પહોચાડી છે. તેમાં ભગવાનના મંદિરો પણ બાકાત નથી રહ્યા. ત્યારે રામ કથાકાર મોરારીબાપુની કથાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. ઉત્તરાખંડમાં યોજાનારી મોરારીબાપુની રામકથા સ્થગિત કરવામાં આવી છે. ઉત્તરાખંડના દેવ પ્રયાગ ખાતે શનિવારથી રામકથા શરૂ યોજાવાની હતી. જેને હાલમાં કોરોનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થગિત કરવામાં આવી છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા લોકડાઉન લંબાવતા આ રામકથા સ્થગિત કરવામાં આવી છે. લોકડાઉન હટાવી લેવામાં આવશે એટલે રામકથાની નવી તારીખો ફરી જાહેર કરવામાં આવશે.

કોરોનાનાં કેસો પહેલા કરતા ઓછા થઈ શકે છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવનાને કારણે જાેખમ હજી વધુ વધી ગયું છે. સાથે બ્લેક ફંગસના કેસમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી. તેથી જ કફ્ર્યૂ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહ્યો નથી. જાેકે થોડીક છૂટછાટ આપવામાં આવી છે.

Follow Me:

Related Posts