fbpx
ભાવનગર

મોરારીબાપુ ના સાનિધ્યમાં આગામી સોમવારથી મહુવા ખાતે ત્રિદિવસીય તુલસીજયંતિ મહોત્સવ ઉજવાશે

ભાવનગરના મહુવા શહેરમાં આવેલા કૈલાશ ગુરુકુળ ખાતે આગામી તા. 21/8/2023 થી 23/8/2023 (સોમ થી બુધ) એમ ત્રણ દિવસ માટે પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં તુલસી જન્મોત્સવ ઉજવવામાં આવશે. તા.21 ને સોમવારે બપોર પછી અહીં સંગોષ્ટિનો પ્રારંભ થશે.

દર વર્ષની જેમ સતત ૧૫ મા વર્ષે તુલસી જન્મ તિથિને (શ્રાવણ સુદ સાતમ) વિશિષ્ટ રીતે ઉજવવામાં આવનાર છે. વિશેષ રૂપે અહીં દેશભરમાંથી પધારેલા વક્તાઓ દ્વારા તુલસી સાહિત્ય વિચાર પર વ્યાખ્યાનો યોજાશે. ઉપરાંત વાલ્મિકી રામાયણ, તેમજ વ્યાસ સાહિત્ય ઉપર પણ વ્યાખ્યાનો થશે.ઉત્તર ભારત સહિત દેશભરમાંથી ખાસ આમંત્રિત કરાયેલા વાલ્મિકી, વ્યાસ અને તુલસી માનસ કથા પ્રવક્તા- પ્રવચનકારો વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

સાથોસાથ દર વર્ષની જેમ તારીખ 23 ને બુધવારે સંત તુલસીદાસજીના પ્રાગટ્ય દિવસે વાલ્મીકિ, વ્યાસ,તુલસી એવોર્ડ, રત્નાવલી એવોર્ડ અર્પણ સમારોહ યોજાશે.આ દિવસે પૂ.મોરારીબાપુ આદિ શંકરાચાર્ય સંવાદગૃહમાં દેશના વિદ્વાનોની આ એવોર્ડથી વંદના કરશે. વાલ્મિકી રામાયણ, મહાભારત-ગીતા,પુરાણ, રામચરિતમાનસ તેમજ રામાયણના અધ્યયન અને કથા પ્રવચનો માટે તેમજ રામચરિત માનસ અને તુલસી સાહિત્યની કથા, ગાન, પ્રવચન,સંશોધન, પ્રકાશન માટે જીવન સમર્પિત કરનાર દેશ, વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો તેમજ સંસ્થાઓને પ્રતિવર્ષ તુલસી એવોર્ડ, વાલ્મિકી એવોર્ડ,વ્યાસ એવોર્ડ અને રત્નાવલી એવોર્ડથી અહીં સન્માનવામાં આવે છે. કુલ 8 એવોર્ડ માટે પસંદગીનું કાર્ય ચયન સમિતિ દ્વારા થાય છે. આ વર્ષના અને સમિતિ દ્વારા નિર્દેશ કરાયેલા વિદ્વાનોને તુલસી જયંતિના દિવસે વંદનાપત્ર, સૂત્રમાલા,શાલ તેમજ સન્માન રાશિ સાથે 8 વરિષ્ઠ વિદ્વાનોની વંદના કરવામાં આવશે. સંત તુલસીદાસજી આ વર્ષે 512 મી જન્મજયંતી ઉજવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખની છે કે, પૂ. મોરારીબાપુ દ્વારા આ એવોર્ડનો પ્રારંભ સને 2010થી થયો છે.

Follow Me:

Related Posts