પરમ પૂજ્ય મોરારી બાપૂ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આગામી શરદ પૂર્ણિમાના અવસરે ચાર ગુજરાતી – કવિશ્રી જવાહર બક્ષી, કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, કવિશ્રી યજ્ઞેશ દવે, કવિશ્રી ઉદયન ઠક્કરને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવાશે. આ કાર્યક્રમમાં ચારેય કવિઓને છેલ્લાં ચાર વર્ષ એટલે કે વર્ષ 2020, 2021, 2022 અને 2023 માટેના એવોર્ડ એનાયત કરાશે.
આગામી 28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમાના અવસરે મહુવામાં જગદગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચાર કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ, શાલ, સૂત્રમાળા તથા રૂ. 1,51,000ની સન્માન રાશિ એનાયત કરાશે. શ્રી નીતિન વડગામા સન્માનિત કવિઓની સર્જનાત્મકતા વિશે વાત કરશે. આ પ્રસંગે પૂજ્ય બાપૂ મંગલ ઉદ્બોધન દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય આપશે.
મહત્વપૂર્ણ છે કે 28 ઓક્ટોબરથી પૂજ્ય બાપૂની રામકથાનો પ્રારંભ મહુવામાં થઇ રહ્યો હોઇ આ એવોર્ડ કાર્યક્રમ મહુવામાં યોજાઇ રહ્યો છે.
Recent Comments