મોરેસિયસના વડાપ્રધાનનો રોડ શો અમદાવાદમાં એરપોર્ટથી રોડ શો સાંજે યોજાશે, વડાપ્રધાન હશે સાથે
ગઈ કાલે મોરેસિયસના વડાપ્રધાનનો રોડ શો રાજકોટ ખાતે યોજાયો હતો. કોઈ પણ દેશના વડાપ્રધના ગુદરાતમાં આવતા હોય ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થતું આવ્યું છે. મોરેસિયસ ના એરપોર્ટ હાંસોલ સુધી 30 સ્ટેજ બનાવવામાં પ્રવીણ જુગનાથ આવી રહ્યા છે. 30 સ્ટેજ પર 12 રાજ્યોની ટીમ આવી સાંસ્કૃતિક ઝાંખી કરાવતા પરફોર્મન્સ કરશે. સમગ્ર રૂટ પર આ જ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોરેસિયસના પ્રધાનમંત્રીને સાંસ્કૃતિક ઝાંખીનો પરીચય કરાવવામાં આવશે.
અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા અેરપોર્ટથી લઈને હાંસોલ સુધી જોવા મળી રહી છે. હોર્ડિંગ્સ રૂટ પર લગાવવામાં આવ્યા છે. 15 હજાર જેટલા લોકોને સ્વાગત માટે બોલાવવામાં આવ્યા છે. દરેક વોર્ડ પ્રમાણે એઅેમટીએસ પણ ફાળવવામાં આવી છે.
ભવ્ય રોડશોને લઈને મોટી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને તેમના રોડ શોને જોતા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અેરપોર્ટ સર્કલ પર મોટી સંખ્યામાં લોકો અત્યારથી બોલાવવામાં આવ્યા છે.
ખાસ કરીને વડાપ્રધાન પહોંચ્યા જામનગર, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ભૂમિપૂજન કરશે, ત્યાં અત્યારે તેઓ ઉપસ્થિત છે પરંતુ સાંજે આ કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ અમદાવાદ પરત ફરશે ત્યારે તેમનો ભવ્ય રોડ શો ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન આ રોડ શોમાં સામેલ હશે.
Recent Comments