મોસ્કોથી આવતા વિમાનમાં બોમ્બની સૂચના મળતા હડકંપ, દિલ્હી એરપોર્ટ પર થયું લેન્ડિંગ
મોસ્કોથી દિલ્હી આવતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની સૂચના મળતા હડકંપ મચી ગયો. ત્યારબાદ વિમાનને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું. ફ્લાઈટનું દિલ્હી એરપોર્ટ પર વહેલી સવારે ૩.૨૦ વાગ્યાની આસપાસ લેન્ડિંગ થયું. હાલ વિમાનની તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસે જાણકારી આપતા કહ્યું કે ગઈ કાલે રાતે મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. ફ્લાઈટ લગભગ ૩.૨૦ વાગે દિલ્હીમાં લેન્ડ થઈ. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા અને હાલ ફ્લાઈટની તપાસ થઈ રહી છે. દિલ્હી એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ બાદ તેની તપાસ થઈ રહી છે અને હજુ સુધી કઈ મળ્યું નથી. દિલ્હી પોલીસે જણાવ્યું કે વિમાનના લેન્ડિંગ બાદ આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
જાે કે સુરક્ષા એજન્સીઓને અલર્ટ કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઈરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ વિમાનના પાઈલટે દિલ્હી એટીસીનો સંપર્ક કર્યો હતો અને લેન્ડિંગની મંજૂરી માંગી હતી. ત્યારબાદ ભારત તરફથી વિમાનને ઉતારવા માટે જયપુર કે ચંડીગઢ એરપોર્ટનો વિકલ્પ અપાયો હતો. પરંતુ પાઈલટે ત્યાં ફ્લાઈટ ઉતારવાની ના પાડી દીધી અને વિમાન લગભગ ૪૫ મિનિટ સુધી ભારતની ઊપર ઉડતું જાેવા મળ્યું હતું. ઈરાનની ફ્લાઈટમાં બોમ્બની સૂચના મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને ભારતીય વાયુસેનાએ વિમાનની પાછળ સુખોઈ ફાઈટર જેટ્સ દોડાવ્યા હતા. જાે કે બાદમાં ઈરાનથી લીલી ઝંડી મળ્યા બાદ વિમાનને ચીન માટે રવાના કરી દેવાયું હતું અને ચીનમાં લેન્ડિંગ બાદ તપાસમાં બોમ્બ હોવાની વાત અફવા સાબિત થઈ હતી.
Recent Comments