રાષ્ટ્રીય

મોસ્કોમાં ફરી ડ્રોન હુમલો, સરકારી ઇમારતને નિશાન બનાવી, ૪૮ કલાકમાં બીજાે ડ્રોન હુમલોવાનુકોવો એરપોર્ટ બંધ કરાયું, હુમલા બાદ ઈમરજન્સી સેવાઓ સક્રિય

રશિયાની રાજધાની મોસ્કોમાં ફરી એકવાર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. ૪૮ કલાકમાં આ બીજાે ડ્રોન હુમલો છે. તાજેતરના હુમલામાં મોસ્કોમાં એક સરકારી ઈમારતને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલા બાદ વાનુકોવો એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. તમામ ફ્લાઈટ્‌સ રદ કરવામાં આવી છે. હુમલા બાદ મોસ્કોમાં ઈમરજન્સી સેવાઓ સક્રિય થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ પણ ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે. ડ્રોન હુમલા બાદ રશિયા એક્શનમાં છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે સેનાએ અનેક ડ્રોન તોડી પાડ્યા છે. તે જ સમયે, મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું છે કે ઘણા ડ્રોન મોસ્કો તરફ ઉડવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ વાયુસેનાએ આ ડ્રોનને તોડી પાડ્યા હતા.

કોમર્શિયલ બિલ્ડિંગ પર થયેલા હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી. ૧૭મા માળે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઓફિસપ. જે જણાવીએ તો, હુમલામાં ઈમારતના ૧૭મા માળને નુકસાન થયું છે. જે વીડિયો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે બિલ્ડિંગના કાચ તૂટેલા છે અને ત્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ૧૭માં માળે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ઓફિસ છે. રશિયાએ ડ્રોન હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતોપ જે જણાવીએ તો, રશિયાએ ડ્રોન હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે મોસ્કોમાં અનેક સ્થળોએ ડ્રોને હુમલો કર્યો છે. જાે કે, ઓડિન્સોવા અને નેફ્રોફોમિસ્કમાં ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. અગાઉ ડ્રોન હુમલા બાદ રશિયાએ યુક્રેનને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેને ફરી એકવાર ડ્રોન હુમલો કરીને પરમાણુ ભડકાવવાનો પ્રયાસ કર્યો છે.

Related Posts