fbpx
રાષ્ટ્રીય

મોહાલી પછી મુંબઈમાં પણ ‘ડર્ટી પિક્ચર’, ગર્લ્સ ટોયલેટમાં બનાવ્યા MMS

પંજાબમાં મોહાલીના ચંડીગઢ યૂનિવર્સિટીના MMS કાંડ પરનો વિવાદ હજુ ખતમ નથી થયો કે, મુંબઈમાં પણ એક એવો જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. IIT બોમ્બેમાં બાથરૂમમાં ગયેલી સ્ટૂડન્ટના મોબાઈલથી વીડિયો બનાવવાનો અને ચોરી-છૂપીને જોવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઘટના રવિવાર રાતની છે, જ્યારે IIT બોમ્બેમાં એક ગર્લ સ્ટૂડન્ટ ટોયલેટમાં હતી, ત્યારે જ આરોપી વ્યક્તિ તેણે બારીમાંથી જોઈ રહ્યો હતો. IIT બોમ્બેના સિક્યોરીટી સ્ટાફે આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો છે. અરેસ્ટ કરાયેલા વ્યક્તિની ઓળખ પીન્ટુના નામથી થઇ છે. પોલીસે જણાવ્યું કે, તે IIT બોમ્બે કેન્ટીનમાં કામ કરે છે.

IIT બોમ્બેએ શું કહ્યું?

ઘટના વિશે પૂછવામાં આવતા IIT બોમ્બેના ઈંતઝામિયાએ જણાવ્યું કે, ગર્લ્સ હોસ્ટેલની કેન્ટીનના એક કર્મચારી દ્વારા એક પાઈપ ડકટ પર ચઢીને એક હોસ્ટેલની છોકરીઓના પ્રાઈવેટ સ્થાનનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગ્રામીણોએ સતર્કતાથી રહી આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો છે. સાઈબર સાથે જોડાયેલા તમામ એંગલને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

ચેક કરવામાં આવી રહ્યો છે આરોપીનો ફોન

પ્રારંભિક રિપોર્ટ અનુસાર, સંસ્થાએ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલા ફોનથી શેર કરાયેલા કોઈ પણ ફૂટેજની માહિતી નથી. કેન્ટીનને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. સંસ્થાના લોકોએ કહ્યું કે, કેન્ટીન હવે ત્યારે જ ખુલશે, જ્યારે ગર્લ્સ સ્ટૂડન્ટ માટે મહિલા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે. તે પાઈપ ડકટસને બંધ કરી દેવામાં આવ્યા છે, જેનો સંદિગ્ધો દ્વારા ઉપયોગ કરવાની શંકા છે.

કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે

સંસ્થાએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે, અમે અન્ય શું પગલા ભરી શકીએ છીએ? IIT બોમ્બે પોતાના વિદ્યાર્થીઓની સાથે ઉભું છે અને અમે પોતાના વિદ્યાર્થીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે પોતાની ક્ષમતાથી બધું કરીશું.

ઘટના પછી સીલ કરવામાં આવ્યો વિસ્તાર, CCTV લગાવ્યા

IIT બોમ્બેના ડીન પ્રોફેસર તપનેંદુ કુંડુએ કહ્યું કે, હોસ્ટેલની કેન્ટીન પહેલા પુરુષ સ્ટાફ ચલાવી રહ્યો હતો, સંસ્થાએ તાત્કાલિક આ મામલા પર એક્શન લીધી છે. બહારની તરફથી બાથરૂમ સુધી જતા રસ્તાને સીલ કરી દેવામાં આવ્યો છે. હોસ્ટલ વિંગ H10 નો સર્વે કર્યા બાદ જરૂરી જગ્યાઓ પર CCTV કેમેરા અને લાઈટીંગ લગાવવામાં આવી છે.

Follow Me:

Related Posts