બોલિવૂડ

મોહિત સાથે કામ કરવા માટે હું મારા બીજા કોઇપણ કામને સાઇડમાં મુકી દઇશ: જાેન

આવતા વર્ષે આઠમી જુલાઇએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. જાેન સાથે આ ફિલ્મમાં અર્જુન કપૂર, દિશા પટાણી અને તારા સુતરિયા લીડ રોલમાં છે. ફિલ્મનું શુટીંગ મુંબઇમાં પુરું કરવામાં આવ્યું છે. આ વિશે વાત કરતાં જાેને કહ્યું હતું કે મારા માટે આ ફિલ્મનું શુટીંગ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. જાેનની સત્યમેવ જયતે-૨ પણ એકશનથી ભરપૂર છે.જાેન અબ્રાહમ એકશન ફિલ્મો માટે જાણીતો છે. તે આ વખતે મોહિત સૂરી સાથે કામ કરી રહ્યો છે.

મોહિતના નિર્દેશનમાં બનેલી એક વિલન રિટર્ન્સનું શુટીંગ તેણે પુરૂ કરી લીધું છે. જાેને કહ્યું હતું કે મોહિત સાથે કામ કરવા માટે હું મારા બીજા કોઇપણ કામને સાઇડમાં મુકી દઇશ. મારી પહેલી ફિલ્મ વખતે મોહિત આસીસ્ટન્ટ ડિરેકટર હતો. હવે મેં તેના નિર્દેશનમાં કામ કર્યુ છે. આમ તો મને વરસાદમાં અને રાતે શુટીંગ કરવાનું પસંદ નથી. પરંતુ મોહિત સાથેના આ ફિલ્મ માટે મેં કોઇપણ જાતની ફરિયાદ કરી નહોતી. એક વિલન ૨૦૧૪માં આવી હતી. તેની સિકવલ એક વિલન રિટર્ન્સ નામથી બનાવાઇ છે.

Related Posts