મૌની રોયએ મંદિરા બેદી સાથેની તસવીરો શેર કરી, કહ્યું- ‘માય બેબી સૌથી સ્ટ્રોંગ છે’
પતિ રાજ કૌશલના અચાનક નિધન બાદ મંદિરા બેદી એકલી પડી ગઈ છે. આવી સ્થિતિમાં, તેના મિત્રો અને નજીકની સપોર્ટ સિસ્ટમ તેની સાથે ખડે પગે ઉભા રહ્યા છે. રોનીત રોય, આશિષ ચૌધરી અને મૌની રોય જેવા મિત્રો આ મુશ્કેલ સમયમાં મંદિરાને ભાવનાત્મક રીતે ટેકો આપી રહ્યા છે.
રાજની પ્રાર્થના સભા દરમિયાન મૌની તેની બેસ્ટ ફ્રેન્ડ મંદિરાના ઘરે આવી પહોંચી હતી. મૌનીએ આ મુલાકાતની કેટલીક તસવીરો સો.મીડિયા પર શેર કરી છે. તસવીરો જાેતાં લાગે છે કે લાંબા સમય પછી મંદિરાના ચહેરા પર સ્મિત આવ્યુ છે.
તેની સો.મીડિયા પોસ્ટ પર મૌની લખે છે કે તેના ઘણા પ્રયત્નો પછી મંદિરાના ચહેરા પર સ્મિત ફેલાયું છે. આ પિક્ચર શેર કરતી વખતે મૌની કેપ્શનમાં લખે છે, ‘માય બેબી સૌથી સ્ટ્રોંગ છે.’ આ બંને તસવીરોમાં એક તરફ જ્યાં મૌની મંદિરાને પોતાને ગળે લગાડી રાખે છે. તો બીજી સેલ્ફીમાં મંદિરા અને મૌનીના એક્સપ્રેશન જાેઈને તમને આશ્ચર્ય થશે.
આ તસવીરો પોસ્ટ થતાની સાથે જ ઘણા ટીવી સેલેબ્સ મંદિરાને આ રીતે સ્મિત અને મજબૂત રહેવાની સલાહ આપી રહ્યા છે. સોનલ ચૌહાણ, શમિતા શેટ્ટી, આશ્કા, આશા નેગી જેવા ઘણા સેલેબ્સે હાર્ટ ઇમોજી કોમેન્ટ કરીને પોતાની ભાવના વ્યક્ત કરી છે.
હાર્ટ એટેક બાદ રાજ કૌશલના અચાનક નિધનથી સમગ્ર બોલિવુડને આંચકો લાગ્યો હતો. એક એવો નિર્માતા અને દિગ્દર્શક જે હંમેશા હસતો રહે તો રહેતો હતો નજીકના મિત્રોને આ આંચકો લાગ્યો છે. મંદિરાના કપડાને લઈને થયેલા વિવાદમાં તેમના મિત્રો સમર્થનમાં આવ્યા હતા, ટ્રોલર્સની ખરાબ વિચારસરણી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
Recent Comments