બોલિવૂડ

મૌની રોયે તેની રિસેપ્શન પાર્ટી કેન્સલ કરી

મૌની રોય અને સૂરજે બંગાળી અને દક્ષિણ ભારતીય રીતરિવાજાે સાથે લગ્ન પૂર્ણ કરવાની યોજના બનાવી છે. ગોવામાં રોમેન્ટિક વ્હાઇટ વેડિંગ પછી બંને સંપૂર્ણ હિંદુ વિધિ સાથે લગ્ન કરશે. મૌનીના લગ્નના રીતિ રિવાજાે પહેલાથી જ શરૂ થઈ જશે. ૨૬ જાન્યુઆરી પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની વિધિ કરવામાં આવશે. બીજી તરફ સૂરજ અને મૌની ૨૬ના રોજ બંગાળી રીતિ-રિવાજથી લગ્ન કરશે. લગ્નમાં કુલ ૨૭ થી ૫૦ લોકો હાજરી આપશે, જે ખૂબ જ નજીકના હશે.ટીવીની મોટી સ્ટાર મૌની રોય થોડા જ દિવસોમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.

અભિનેત્રી ૨૭ જાન્યુઆરીએ બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રીના લગ્ન ગોવામાં ધામધૂમથી કરવામાં આવશે. એવા સમાચાર છે કે, મૌની રોય લગ્નમાં માત્ર કેટલાક ખાસ લોકોને આમંત્રણ આપશે. ત્યારબાદ મુંબઈમાં તે પોતાના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને સ્ટાર સેલેબ્સને વેડિંગ રિસેપ્શનમાં આમંત્રિત કરશે. પરંતુ હવે અહેવાલ છે કે, મૌનીએ તેના લગ્નનું રિસેપ્શન કેન્સલ કરી દીધું છે. મૌનીએ હવે આ રિસેપ્શન કેન્સલ કરી દીધું છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે ‘મૌની અને સૂરજે તેમના મિત્રો માટે લગ્ન પછી પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ કોવિડ ૧૯ને ધ્યાનમાં રાખીને તેણે આ પાર્ટી કેન્સલ કરવી પડી હતી.

મૌની ઈચ્છતી નથી કે તે કોવિડની સ્થિતિમાં કોઈપણ પ્રકારનું જાેખમ લે. આવી સ્થિતિમાં, મૌનીનું તમામ ધ્યાન લગ્ન પ્રસંગ પર છે. કોવિડના કેસમાં વધારો જાેઈને અભિનેત્રી મૌનીએ ગેસ્ટ લિસ્ટમાંથી ઘણા નામ કાઢી નાખ્યા. જે લોકો પાસે ઇ્‌ ઁઝ્રઇ રિપોર્ટ હશે તેઓ જ લગ્નમાં પ્રવેશ કરી શકશે. સ્થળ પર દરેક મહેમાન પાસેથી આરટી પીસીઆર રિપોર્ટ પણ માંગવામાં આવશે. ત્યાર બાદ જ મહેમાનને લગ્ન સ્થળમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

Related Posts