fbpx
ગુજરાત

મ્યુકરમાઇકોસિસનો વધતો કહેરઃ એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી

ગુજરાતમાં કોરોના કહેર બાદ મ્યુકરમાઈકોસિસનો કહેર વરસી રહ્યો છે. લોકો કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસનો ભોગ બની રહ્યા છે. રાજ્યમાં તમામ મહાનગરોમાં મ્યૂકરમાઈકોસિસ દર્દીઓના માથે મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. સરકાર અને તંત્ર આ નવા પડકારનો સામનો કરવા માટે ઝઝૂમી રહ્યા છે. ત્યારે મ્યુકરમાઈકોસિસનો કહેર વધતાં હાલ એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં મ્યુકર એક્સપર્ટ કમિટી કાર્યરત કરવામાં આવી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના નેજા હેઠળ આ કમિટીની રચના કરવામાં આવી છે. સિવિલ સુપ્રિ. મ્યુકર એક્સપર્ટ કમિટીના અધ્યક્ષ રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં મ્યુકર એક્સપર્ટ કમિટી કાર્યરત કરવામાં આવી છે. જેમાં મેડીસિન વડા ડો.કમલેશ ઉપાધ્યાય અને ઇ.એન.ટી વડા ડૉ.બેલા પ્રજાપતિને નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. બીજા અન્ય વિભાગોના વડાઓને પણ કમિટીમાં લેવામાં આવ્યા છે. ડેન્ટલ હોસ્પિટલના પ્રોફેસર એન્ડ હેડ ડૉ.સોનલ આંચલિયાનો પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts