fbpx
બોલિવૂડ

મ્યુઝિક કમ્પોઝર MM કીરાવાનીને થયો કોરોના, બેડ રેસ્ટ પર

એસ.એસ, રાજામૌરલીની ફિલ્મ ‘ઇઇઇ’ના ગીત ‘નાટૂ નાટૂ’એ થોડા દિવસો પહેલા ઈતિહાસ રચી દીધો છે. જુનિયર એનટીઆર અને રામ ચરણના આ ગીતે ઓસ્કાર ૨૦૨૩ પોતાના નામે કરી દીધો છે. આ ગીતને કમ્પોઝ કરનારા મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરાવાનીને લઈને મોટી ખબર સામે આવી રહી છે જેનાથી ફેન્સ પરેશાન થઈ શકે છે. એમએમ કીરાવાની કોરોનાની લપેટમાં આવી ગયાં છે. તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે અને પોતાની હેલ્થ વિશે અપડેટ આપી છે. મ્યુઝિક ડિરેક્ટર એમએમ કીરાવાનીએ કમ્પોઝ કરેલું ગીત ‘નાટૂ નાટૂ’ વર્ષ ૨૦૨૨ના હિટ ટ્રેક્સમાંથી એક છે. ઓસ્કાર પહેલા તેણે ૮૦માં ગ્લોબ એવોર્ડ (૮૦ંર ય્ર્ઙ્મઙ્ઘીહ ય્ર્ઙ્મહ્વી છુટ્ઠઙ્ઘિજ ૨૦૨૩) બેસ્ટ ઓરિજનલ સોન્ગનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ગીતને કાલા ભૈરવ અને રાહુલ સિપ્લિગુંજે ગાયું છે અને આ ગીતને પ્રેમ રક્ષિત દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યુ છે. વળી ગીતોના શબ્દ ચંદ્રબોઝે લખ્યા છે.

Follow Me:

Related Posts