મ.પ્ર.માં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારો હવસખોર અમદાવાદથી ઝડપાયો
મધ્ય પ્રદેશમાં ૮ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપીની અમદાવાદ શહેરની વટવા પોલીસે ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ એમપીના તેંદુખેડા પોલીસ સ્ટેશનમાં બાળકીના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ તપાસ હાથ ધરતા કેદાર પટેલ નામના વ્યક્તિના જૂના મકાનની પાછળ આવેલા ટપરામાં ભરેલા ભૂસામાંથી બાળકોની મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે પોકસો અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસને કેદાર પટેલનો દીકરો નીતિન પટેલ ફરાર હોવાનુ જાણવા મળ્યુ હતું. આ કડીના આધારે પોલીસને તેણે જ ગુનો આચર્યા બાદ ફરાર હોવાથી આશંકા પ્રબળ બની હતી. ત્યારબાદ પોલીસે ટેકનિકલ સર્વેલેન્સના આધારે તેની તપાસ આરંભી હતી. આ દરમિયાન મધ્ય પ્રદેશ પોલીસને નીતિન વટવા ય્ૈંડ્ઢઝ્રમાં હોવાનુ જાણવા મળતા વટવા પોલીસનો સંપર્ક કરીને આરોપીની વિગતો આપી હતી. જેના કારણે વટવા પોલીસે તેણે ઝડપી લીધો હતો.
Recent Comments