fbpx
ગુજરાત

મ.સ.યુનિ.ની સરાહનીય કામગીરી:કોરોનાકાળમાં વાલી ગુમાવનાર છાત્રની ફી માફ

મહામારીના સમયમાં સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના દાખવીને જે વિદ્યાર્થીઓ તેમના વાલી વારસ ગુમાવ્યા છે તેમની ફી માફ કરવાનો ર્નિણય કર્યો હતો. તેના ભાગ રૂપે યુનિવર્સિટી દ્વારા પણ કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનાર વિદ્યાર્થી અથવા તો કોઇ પણ એક ગુમાવનાર વિદ્યાર્થીની પણ ફી માફ કરવાનો ર્નિણય કર્યો છે. આ ઉપરાંત દેશની સુરક્ષા કરતાં જવાનો જે દેશ કાજે શહીદ થયા છે તેવા વીરોના બાળકોની ફી પણ નહિ લેવાનો ર્નિણય કરાયો છે.

મ.સ.યુનિ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે જેઓ રાજ્ય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પોર્ટસમાં ભાગ લીધો હશે તેમની પણ ફી માફીનો ર્નિણય કરીને રમતવીરોને પણ પ્રોત્સાહીત કરવામાં આવશે. સ્પોર્ટસમાં વધારે વિદ્યાર્થીઓ આગળ વધે અને દેશનું નામ રોશન કરે તેવા આશય સાથે રમતવીરોને પણ ફી માફી અપાશે.

કોરોનાના પગલે જે વિદ્યાર્થીઓએ વાલી ગુમાવ્યા હશે તેમની ફી માફ કરવાનો મ.સ.યુનિ.એ ઉમદા ર્નિણય કર્યો છે. શહીદ જવાનોના સંતાનોની ફી પણ માફ કરાશે. આ ઉપરાંત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસ રમતા વિદ્યાર્થીઓની ફી પણ માફ કરાશે. મ.સ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી જેણે કોરોનામાં વાલી ગુમાવ્યા છે તેમની ફી માફ કરવાનો ર્નિણય કરાયો છે. આવા વિદ્યાર્થીઓ પાસે કોઇ ફી નહીં લેવાય. તેમની પરીક્ષા ફી, સત્ર ફી સહિતની તમામ ફીમાંથી મુક્તિ આપવાનો ર્નિણય કરાયો છે.

Follow Me:

Related Posts