બોલિવૂડ

યંગ એક્ટર કાર્તિક આર્યનને ૩ ફિલ્મોની ઓફર મળી

યુવાન અભિનેતાઓ જેવા કે રણબીર અને શાહિદ કપૂરમાં કાર્તિકને સૌથી યંગ એકટર તરીકે ફિલ્મસર્જકો જુએ છે. કરણ જાેહરે પોતાના બેનરની ફિલ્મ્માંથી તેને હાંકી કાઢ્યો હતો. તેમજ તેની સાથે કદી કામ ન કરવાનો પણ ર્નિણય કર્યો છે. કાર્તિકે ફિલ્મની સ્ક્રિપ્ટમાં હસ્તક્ષેપ કર્યો હોવાનો કરણે આક્ષેપ મુક્યો હતો. કરણ જાેહરની દોસ્તાના ટુ માંથી કાર્તિકને હાંકી કઢાયા પછી લોકોનું અનુમાન હતું કે શાહરૂખના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ફ્રેડીમાંથી પણ કાર્તિકને દૂર કરવામાં આવશે.

પરંતુ એકતા કપૂર પ્રોડયુસર બની પછી આમ થયું નહોતું. પ્યાર કા પંચનામા ફિલ્મથી કાર્તિકે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. કાર્તિક આર્યન આજે નિર્માતા-દિગ્દર્શકોની પહેલી પસંદગી બની ગયો છે. તેને સતત ફિલ્મોની ઓફરો મળી રહી છે. કાર્તિકે દસ દિવસ પહેલા જ ફિલ્મ ધમાકાનું શૂટિંગ પુરુ કર્યું છે અને ફ્રેડી શૂટિંગ શરૂ કરી દીધું છે. તેવામાં તેને ત્રણ ફિલ્મોની ઓફર મળી છે. વાસુ ભગનાનીએ કાર્તિકને એક-બે નહીં પરંતુ પોતાની ત્રણ ફિલ્મોની ઓફર આપી છે. જાેકે કાર્તિકે આ ડીલ હજી સાઇન ન કરતાં હોલ્ડ પર મુકી છે.

Related Posts