fbpx
રાષ્ટ્રીય

યમુના એક્સપ્રેસવે માર્ગ અકસ્માતમાં ૪ના મોત

થાણા બુડેરા પોલીસની બોલેરો શુક્રવારે વહેલી સવારે સુરીર ક્ષેત્રમાં ૮૦ નંબરના માઈલ સ્ટોન પાસે અચાનક જ અનિયંત્રિત થઈ હતી અને પુલ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડી ૨ ભાગમાં વહેંચાઈ ગઈ હતી. અકસ્માત બાદ યમુના એક્સપ્રેસવેની એક લાઈન પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત બોલેરોને હટાવી હતી અને રસ્તો ખાલી કરાવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં મેરઠ પાસે યમુના એક્સપ્રેસ વે પર શુક્રવારે વહેલી સવારે એક બોલેરોને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં મધ્ય પ્રદેશ પોલીસના ૩ જવાનો સહિત ૪ લોકોના મોત થયા છે જ્યારે ૪ લોકો ગંભીર રીતે ઘવાયા છે. જાણવા મળ્યા મુજબ મધ્ય પ્રદેશના ટીકમગઢ જિલ્લાના થાણા બુડેરાની પોલીસ કોઈ ગુનામાં સંકળાયેલા ગુનેગારોની તપાસ માટે તેમના નજીકના સંબંધીઓને લઈ બહાદુરગઢ હરિયાણા જઈ રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી.

Follow Me:

Related Posts