fbpx
રાષ્ટ્રીય

યલો સમુદ્રમાં ચીનની પરમાણુ સબમરીનમાં અકસ્માત થયાનો ખુલાસોઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે સબમરીન દુર્ઘટનાનો શિકાર બની

ચીનમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યલો સમુદ્રમાં ચીનની ન્યુક્લિયર સબમરીન દુર્ઘટનાગ્રસ્ત થઈ હોય એવું કહેવામાં આવી રહ્યું છે. યુકેના એક ગ્રુપ્ત અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે કે સબમરીન બ્રિટિશ જહાજાેને પોતાની જાળમાં ફસાવવા માંગતી હતી પણ પોતે જ દુર્ઘટનાનો શિકાર બની ગઈ હતી. જણાવી દઈ કે આ અકસ્માતમાં ૫૫ લોકોના મોતની આશંકા છે. રિપોર્ટ મુજબ ઓક્સિજન સિસ્ટમમાં ખામીને કારણે સબમરીન દુર્ઘટનાનો શિકાર બની હતી. માર્યા ગયેલાઓમાં સબમરીન ૦૯૩-૪૧૭ના કેપ્ટન અને ૨૧ અધિકારીઓ પણ સામેલ છે. જાે કે ચીને સત્તાવાર રીતે આ ઘટનાને નકારી કાઢી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીને આંતરરાષ્ટ્રીય મદદ લેવાનો પણ ઈનકાર કરી દીધો છે.. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટના ૨૧ ઓગસ્ટના રોજ થઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના સ્થાનિક સમય અનુસાર રાત્રે ૮.૧૨ વાગ્યે બની હતી. આ અકસ્માતમાં ૫૫ સૈનિકોના મોત થયા હતા. જેમાં ૨૨ અધિકારીઓ, ૭ ઓફિસર કેડેટ્‌સ, ૯ જુનિયર ઓફિસર અને ૧૭ સૈનિકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કેપ્ટન કર્નલ ઝુ યોંગ-પેંગ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે ચીન આ ઘટના પર અત્યાર સુધી મૌન છે. અત્યાર સુધી તેણે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે યુકેનો આ રિપોર્ટ ડિફેન્સ ઈન્ટેલિજન્સ પર આધારિત છે.

Follow Me:

Related Posts