fbpx
બોલિવૂડ

યશરાજ ફિલ્મસની વેબ સીરીઝથી સ્વ. ઇરફાનના પુત્ર બાબીલનેે લોન્ચ કરાશે

યશરાજ ફિલ્મસના સીનિયર વાઇસ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે, ૩૭ વરસ પહેલા ભોપલામાં થયેલી આ ટ્રેજેડી દુનિયાનો સૌથી ખરાબ અકસ્માત હતો. અમારો આ પ્રોજેક્ટસ એ રેલવે કર્માચારીઓને એક શ્રદ્ધાંજલિ છે જેમણે ૧૯૮૪ની ભોપાલ ગૈસ અકસ્માતના ગુમનામ નાયકો છે. આ અકસ્માતમાં લોકોના જીવ બચાવનાર હીરોઝને શ્રદ્ધાંજલિ આપવાનો છે. જેમણે એ કાળી રાતના હજારો લોકોના જીવ બચાવ્યા હતા. જ લોકોને આજે પણ દુનિયા ઓળખતી નથી. આ સીરીઝનું શૂટિંગ ૧લી ડિસેમ્બરથી શરૂ થઇ ગયું છે. આ સીરીઝમાં હાલ ચાર કલાકારોનત્મહત્વના રોલ આપવામાં આવ્યા છે. જ્યારે થોડા સમય પછી ઘણા ટોચના એકટર્સોને આ પ્રોજેક્ટમાં સામેલ કરવાની ઘોષણા કરવામાં આવશે. ધ રેલવે મેનનું શૂટિંગ તાજેતરમાં શરૂ થઇ ગયું છે. જેમું સ્ટ્રીમીંગ ૨૨ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે.યશરાજ ફિલ્મસ હવે અન્ય નિર્માણ હાઉસની માફક ઓટીટી પ્લેટફોર્મ પર ઝંપલાવી રહ્યું છે. તે એક વેબ સીરીઝનું નિર્માણ કરી રહ્યું છે. આ સીરીઝ દ્વારા સ્વ.ઈરફાન ખાનનો પુત્ર બાબીલ અભિનયમાં કારકિર્દી શરૂ કરી રહ્યો છે. યશરાજની પ્રથમ વેબ સીરીઝ ભોપાલ ગેસ કાંડ પર આધારિત છે. જેનું શિર્ષક ધ રેલવે મેન છે. આ સિરીઝમાં આર માધવન અને સ્વ. ઇરફાનના પુત્ર બાબીલ લીડ રોલમાં કામ કરી રહ્યા છે. જેનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર જાેવા મળી રહ્યું છે. યશરાજની વેબ સિરિઝમાં આર માધવન, બાબીલ, કે કે મેનન અને દિવ્યેંદુ શર્મા પણ જાેવા મળવાના છે. ૨ ડિસેમ્બરની રાતના થયેલા ભોપાલ ગેસ કાંડમાં મૃતકોના આંકડા પાંચ હજાર પહોંચ્યા હતા. જેમાં ઘણા લોકોના જીવ બચાવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts