બોલિવૂડ સ્ટાર અને ફેશન દિવા સોનમ કપૂરની કરિયરને યશરાજ ફિલ્મ્સ ટેલેન્ટ દ્વારા મેનેજ કરવામાં આવશે. રાની મુખરજી, અનુષ્કા શર્મા, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સને મેનેજ કરનારી આ કંપનીએ સોનમને લોકલ અને ગ્લોબલ લેવલ પર બ્રાન્ડ બનાવવાની જવાબદારી લીધી છે. જેની શરૂઆતમાં યશરાજ ફિલ્મ્સ દ્વારા સોનમના કમબેક માટે બે પ્રોજેક્ટ્સ પ્લાન કરવામાં આવ્યા છે. યશરાજ ફિલ્મ્સે લોન્ચ કર્યા હાય તેવા સ્ટાર્સ સાથે જ તેમની ટેલેન્ટ કંપની કરાર કરતી હોય છે. સોનમ પહેલી એવી એક્ટર છે, જેને યશરાજ ફિલ્મ્સે લોન્ચ ન કરી હોવા છતાં કરાર થયાં છે.
સોનમના કમબેક માટે યશરાજે તૈયાર કરેલા બે પ્રોજેક્ટ્સ અંગેની માહિતી હજુ જાહેર કરાઈ નથી. સોનમનો માસૂમ ચહેરો અને ફેશન સેન્સના કારણે દરેક પેઢીના ઓડિયન્સને તે પસંદ છે. દિલ્હીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન બાદ સોનમે નવા પ્રોજેક્ટ્સ હાથ પર લીધા ન હતા. ઓગસ્ટ ૨૦૨૨માં દીકરા વાયુના જન્મ બાદ સોનમે બીજી ઈનિંગની તૈયારી શરૂ કરી છે. બીજી ઈનિંગમાં યશરાજ ફિલ્મ્સ દ્વારા સોનમ માટે ફિલ્મોની પસંદગીથી માંડીને ગ્લોબલ ફેશન-લક્ઝરી બ્રાન્ડ્સ માટે એન્ડોર્સમેન્ટના પ્રયાસ કરવામાં આવશે. સોનમને બ્રાન્ડ તરીકે ગ્લોબલી સ્થાપિત કરવાની સ્ટ્રેટેજી યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવશે. જેના ભાગરૂપે સોનમ ફિલ્મોમાં કમબેક કરવા માગે છે.
Recent Comments