યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

યાત્રાધામ બેચરાજી ખાતે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે.જેમાં 01 એપ્રિલને શુક્રવાર,ફાગણ વદ અમાસને શુક્વારના રોજ મંદિર પ્રક્ષાલન વિધી બપોરે 12-00 કલાકે થનાર છે.02 એપ્રિલને ચૈત્ર સુદ એકમ શનિવારના રોજ સવારે 07-30 કલાકે ઘટ સ્થાપન વિધી થનાર છે.શતચંડી યજ્ઞ પ્રારંભ 07 એપ્રિલને ચૈત્ર સુદ છઠને ગુરૂવારના રોજ સવારે 10-30 કલાકે થનાર છે.શતચંડી યજ્ઞનની પુર્ણાહુતિ ચૈદ સુદ આઠમને શનિવારના રોજ સવારે 09 એપ્રિલને સાંજે 05 કલાકે થનાર છે. માતાજીના આઠમની પાલખી 09 એપ્રિલને શનિવાર ચૈત્ર સુદ આઠમના રોજ રાત્રે 09-30 કલાકે થનાર છે.માતાજીના આઠમના પલ્લી ખંડ નૈવૈધ ચૈત્ર સુદ આઠમને શનિવારના તારીખ 09 એપ્રિલના રોજ રાત્રે 12 કલાકે યોજાનાર છે. આ ઉપરાંત જ્વારા ઉત્થાપન વિધી ચૈત્ર સુદ દશમને સોમવારના રોજ 11 એપ્રિલ સવારે 07-30 કલાકે થનાર છે.આ ઉપરાંત માતાજીની પૂનમની પાલખી ચૈત્ર સુદ પુનમને શનિવારના રોજ 16 એપ્રિલના રોજ રાત્રે 09-30 ચૈત્રી પૂનમની પાલખી નીજ મંદિરથી નીકળી શંખલપુર મુકામે જનાર છે.ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો 14 એપ્રિલ થી 16 એપ્રિલ દરમિયાન યોજાનાર છે.
Recent Comments