fbpx
અમરેલી

યારી હૈ ઈમાન મેરા યાર મેરી જીંદગી.. પરંતુ આ ડીઝીટલ હાઈટેક યુગમાં મિત્રતા પણ ખૂબ સમજીને કરવી..

આમ તો મિત્રતા માટે કૃષ્ણ સુદામા ની વાત ખૂબ પ્રચલિત છે. તો વળી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ દોસ્તી કે શોલેમાં જય અને વીરું  જેવી અનેક યાદગાર ઘટનાઓ છે. જો કે વાસ્તવિક જીવનમાં પણ મિત્રનું એક અનોખું સ્થાન હોય છે. છતાં ઘણીવખત બરસોં પુરાના યે યારાના એક પલમેં ક્યોં તૂટા, યાર મેરે તૂં ઐસે રૂઠા જૈસે મેરા રબ રૂઠા આવી ઘટનાઓ પણ મિત્રતા સંદર્ભે બનતી હોય છે. ગુજરાતીમાં એક સુભાષિત છે.. મિત્ર ઐસા કિજીયે ઢાલ સરીખા હોય.. દુખમેં જો આગે રહે, સુખમેં પીછે હોય.. જો કે આજના ડીસ્પોઝીબલ ટ્રેન્ડમાં શક્ય હોય ત્યાં સુધી સો ટકા મિત્રતાની કસોટી કરીને જ મિત્રતાના સંબંધો ઘનિષ્ઠ કરવા હિતાવહ છે.

જે તમારી સામે અન્યની બુરાઈ કરે કે અન્યનાં રહસ્યો ખુલ્લા કરે એ ભવિષ્યમાં તમારી સાથે પણ એવું કરી શકે છે એ વાતને પેલા સમજીને પછી જ જીગરજાન જેવાં શબ્દોનો પ્રયોગ કરવો.. અર્થાત શક્ય હોય ત્યાં સુધી તમારાં અંગત રહસ્યો ખૂબ જ સમજીને સાવધાનીથી મિત્રો સાથે શેર કરવા. અથવા તો મિત્રતાને પણ એક સુરક્ષા કવચ અર્પણ કરવા માટે અમુક હિતોની વાતો આપના હ્રદયમાં જ ભંડારી દેવી.. કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ખૂબ ઝડપથી આપના પરિવાર કે આપના વ્યાવસાયિક માહિતીઓ માંગવા માટે ઉત્સુક જણાય ત્યારે થોડું સાવધ તો થઈ જવું હિતાવહ છે. દોસ્તી કે મિત્રતા જેવા પવિત્ર શબ્દોનું ખૂબ જ સાવધાનીપૂર્વક જતન કરવું.. આ લપસણાં સામાજિક આંટાપાટામાં ક્યારે સંદર્ભો બદલાઈ જાય એ કહેવું પણ થોડું મુશ્કેલ છે. અહીં એ લોકોની વાત નથી જેની સાથે માત્ર પ્રોફેશનલ સંબંધ રાખવા પડતાં હોય છે. પરંતુ એવા વ્યક્તિની વાત છે જેને આપ અંગત મિત્રો સમજો છો. અને બાતોં બાતોં મેં, ઝાઝું જાણ્યા વગર દોસ્તી થઈ પણ ગઈ, તો યે જાણ્યા બાદ દૂર થઈ જવું વધુ હિતાવહ.

Follow Me:

Related Posts