યુએસ સ્પીકર તાઈવાન પહોંચતા ચીન ગુસ્સે વિશ્વભરમાં હલચલ
ચીનની ધમકીઓ વચ્ચે અમેરિકાના ગૃહના સ્પીકર નેન્સી પેલોસી તાઇવાન પહોંચી ગયા છે. તેમનું પ્લેન તાઇપેના એરપોર્ટ પર ઉતરતા ચીન ગુસ્સે થઈ ગયું. ચીનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા ખતરનાક રમત રમી રહ્યું છે અને જે ગંભીર પરિણામ હશે તેની જવાબદારી અમેરિકાએ લેવી પડશે. ચીન સતત નેન્સી પેલોસીના તાઇવાન પ્રવાસનો વિરોધ કરી રહ્યું હતું. ચીનનું કહેવું છે કે અમેરિકા અત્યાર સુધી વન ચાઇનાના સિદ્ધાંતનું પાલન કરતું રહ્યું છે, તેવામાં હવે તાઇવાનના અલગાવવાદનું સમર્થન કરવું અમેરિકાના વચનને તોડવા જેવું છે.
ચીનનું કહેવું છે કે તેના અને અમેરિકાના સંબંધોનો પાયો વન-ચાઇના સિદ્ધાંત પર છે. તેવામાં ચીન તાઇવાન સ્વાતંત્ર તરફથી ઉઠાવવામાં આવી રહેલા અલગાવવાદી પગલાનો વિરોધ કરે છે. ચીન માને છે કે અમેરિકા કે કોઈ અન્ય દેશે આ મામલામાં દખલ ન દેવી જાેઈએ. તાઇવાન અને ચીન વચ્ચે જંગ ખુબ જૂનો છે. ૧૯૪૯મા કમ્યુનિસ્ટ પાર્ટીએ સિવિલ વોર જીતી હતી. ત્યારથી બંને ભાગ પોતાને એક દેશ માને છે પરંતુ તેના પર વિવાદ છે કે રાષ્ટ્રીય નેતૃત્વ કઈ સરકાર ચલાવશે. ચીન તાઇવાનને પોતાનો પ્રાંત માને છે, જ્યારે તાઇવાન ખુદને આઝાદ દેશ માને છે. બંને વચ્ચે વિવાદ બીજા વિશ્વ યુદ્ધ બાદ શરૂ થયો. તે સમયે ચીનના મેનલેન્ડમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને કુઆમિતાંગ વચ્ચે જંગ ચાલી રહ્યો હતો.
Recent Comments