fbpx
રાષ્ટ્રીય

યુકેના અન્ય ભાગ કરતા લંડન વધારે ઝડપથી બની રહ્યું છે કેશલેસ

લિન્કના આંકડા દર્શાવે છે કે, યુકેના મોટાભાગના કેશ મશીનમાંથી રાજધાની લંડનના રહેવાસીઓ અને વર્કર્સ પ્રી-પેન્ડેમિક લેવલની સરખામણીમાં દર મહિને મશીનોમાંથી ફ્ર૫૦૦દ્બ ઓછા ઉપાડી રહ્યા છે. ૨૦૧૯ની સરખામણીમાં ૨,૦૬૯ ઓછા કેશ મશીન છે. કેટલાક વ્યવસાયો વધુને વધુ રોકડનો અસ્વીકાર કરી રહ્યા છે. પિઝા હટ એ એક મોટી ચેન છે જે કેશલેસ થઈ છે. સાથે જ કેટલાક સ્વતંત્ર વ્યવસાય, જેમ કે રેસ્ટોરન્ટ ધ ઈન્ડિયન્સ નેક્સ્ટ ડોર, સ્પિટલફિલ્ડ, પૂર્વ લંડન પણ માત્ર કાર્ડ અને ડિજિટલ પેમેન્ટ લે છે. મેનેજર ટોમાઝ જેકુબોવસ્કીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના મોટાભાગના લોકો કાર્ડ દ્વારા ચૂકવણી કરવા માંગે છે.

તે સરળ છે, ફક્ત કાર્ડ અથવા ફોનને ટેપ કરો અને ચૂકવણી કરો. સ્પિટલફિલ્ડ માર્કેટમાં કેટલાક સ્ટોલ પણ કેશલેસ છે. પરંતુ શેડવેલના વોટની માર્કેટમાં ૨ માઈલથી પણ ઓછા અંતરે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. ત્યાંના વેપારીઓએ કહ્યું કે, રોકડ જ રાજા છે. મહફુઝ જ્વેલરી શોપ ચલાવતા મકશુદુર રહેમાને બીબીસી લંડનને કહ્યું કે, આ વિસ્તારમાં કેટલાક લોકો ખૂબ જ ઓછી આવક ધરાવતા હોય છે,

તેથી તેઓ રોકડ પસંદ કરે છે કારણ કે જ્યારે તમે કાર્ડ દ્વારા ચૂકવણી કરો છો ત્યારે તમને ખ્યાલ નથી હોતો કે તમે કેટલો ખર્ચ કરી રહ્યા છો. લિંકનો ડેટા દર્શાવે છે કે ઘણા લોકો હજુ પણ તેમના બજેટ માટે રોકડ પર આધાર રાખે છે. લિંકના નાણાકીય સમાવેશના વડા નિક ક્વિને જણાવ્યું હતું કે, ૭૦૦૦૦૦ લંડનવાસીઓ માટે રોકડ મહત્વપૂર્ણ છે. લંડન ઓછી રોકડનો ઉપયોગ કરી રહ્યું છે, પરંતુ તે હજુ સુધી કેશલેસ નથી થઈ રહ્યું. તેમણે કહ્યું કે જ્યારે કેટલાક લોકો વસ્તુઓ માટે ચૂકવણી કરવા માટે એપ્લિકેશન્સ અને કાર્ડ્‌સનો ઉપયોગ કરીને આરામદાયક હતા, ત્યાં મોટા પ્રમાણમાં લોકો રોકડ પર આધાર રાખે છે.

યુકે સરકારે કહ્યું છે કે, તેની પાસે સ્લોવાકિયા જેવો નિયમ દાખલ કરવાની કોઈ યોજના નથી, જ્યાં સંસદે નાગરિકોને રોકડમાં ચૂકવણી કરવાના અધિકારની ખાતરી આપતા બંધારણમાં સુધારો પસાર કર્યો હતો. ટ્રેઝરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ કઈ ચૂકવણી સ્વીકારે છે તે નક્કી કરવાનું વ્યવસાયો પર ર્નિભર છે.

Follow Me:

Related Posts