fbpx
ગુજરાત

યુક્રેનથી પરત આવતા છાત્રોને એડમિશન આપવા રાજ્ય સરકારને રજુઆત

યુક્રેન-રશિયા યુદ્ધની વિપરિત અસર ત્યાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ પર પણ પડી રહી છે. ત્યાં ડર સાથે જીવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાયો છે ત્યારે જ અહીં પરત ફરી જનારા છાત્રોને વિવિધ ફેકલ્ટીઝમાં અડધેથી જ અહીંની કોલેજાેમાં સીટો વધારીને અભ્સાસ માટે સમાવવામાં આવે તે જરૂરી છે. આવા લાખોની ફી ભરનારા છાત્રોની કરિયર બગડી જશે. અને હા, વાલીઓએ પણ બાળકોને ભણવા મોકલવા માટે સેઇફ દેશ પસંદ કરવો જાેઇએ.

આની પહેલા જ્યોર્જિયામાં પણ મુશ્કેલી ઉભી થઇ હતી. ભારત સાથે ફ્રેન્ડલી હોય તેવા દેશમાં જ વિદ્યાર્થીઓને મોકલવાનો આગ્રહ રાખવો જાેઇએ.યુક્રેનમાં યુધ્ધની પરિસ્થિતિને લઈ ગુજરાતના ૨૫૦૦ થી ૩૦૦૦ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે આ વિદ્યાર્થીઓનું ભાવિ ન જાેખમાય તે માટે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને મહત્વનું સૂચન આપવામાં આવ્યું છે. જેમાં આવા છાત્રોને સ્પેશિયલ પ્રોવિઝનમાં લઈને તરત એડમિશન આપવા રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા દ્વારા યુક્રેનથી પરત આવતા છાત્રોને એડમિશન આપવા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts