fbpx
રાષ્ટ્રીય

યુક્રેનના રાષ્ટ્રપતિએ નો ફ્લાય ઝોનની કરી માંગ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમની અગાઉની કેટલીક વીડિયો પોસ્ટમાં યુક્રેનમાં નો-ફ્લાય ઝોન બનાવવાની અપીલ કરી છે.સાથે જ તેમણે કિવના દક્ષિણપશ્ચિમમાં આવેલા શહેર વિનિત્સાના સિવિલ એરપોર્ટના સંપૂર્ણ પતન માટે હાકલ કરી હતી.તમને જણાવી દઈએ કે,તેણે વિશ્વ નેતાઓને યુક્રેનમાં ‘નો ફ્લાય ઝોન’ બનાવવાની તેમની અપીલનો સ્વીકાર કરવાજણાવ્યુ હતુ. તેણે કહ્યું હતું કે, “જાે તમે આવું નહીં કરો અને તમારી સુરક્ષા માટે અમને ફાઈટર પ્લેન પણ નહીં આપો તો એક જ નિષ્કર્ષ કાઢી શકાય છે અને તે એ છે કે તમે પણ ઈચ્છો છો કે અમને ધીરે ધીરે મારવામાં આવે.”

ે જાે યુએસ અને પશ્ચિમી સહયોગીઓ યોગ્ય ભૂમિકા ભજવે તો તેમનો દેશ સંપૂર્ણ રીતે સામનો કરી શકે છે યુદ્ધનો સામનો કરી શકે છે અને રશિયાને પણ હરાવી શકે છે.ઝેલેન્સકીએ એક્સિઓસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઈરાદા સાથે રશિયા પરના પ્રતિબંધો યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. રશિયાની ઘણી બેંકોને જીઉૈંહ્લ્‌ સિસ્ટમમાંથી હટાવવાનો ર્નિણય તેમજ યુક્રેનને વધુ સ્ટિંગર મિસાઈલ, એન્ટી ટેન્ક હથિયારો સપ્લાય કરવાનો ર્નિણય આ બધું જ યોગ્ય દિશામાં ચાલી રહ્યુ છે. આ ઉપરાંત, અમે પશ્ચિમી દેશોને યુક્રેનના મહત્વપૂર્ણ ભાગો પર નો-ફ્લાય ઝોન લાદવા માટે કહીએ છીએ.બીજી તરફ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સરકારી એરલાઇન એરોફ્લોટના ફ્લાઇટ એટેન્ડન્ટ્‌સ સાથેની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, જે પણ દેશ યુક્રેન પર નો-ફ્લાય ઝોન લાદશે તેને યુક્રેનમાં યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે. જાે સરળ શબ્દોમાં કહીએ તો, નો-ફ્લાય ઝોન ચોક્કસ સ્થાનને વ્યાખ્યાયિત કરે છે જ્યાં તે ખાતરી કરવામાં આવે છે કે ચોક્કસ એરક્રાફ્ટ ટેક ઓફ કરી શકતું નથી.

તેનો ઉપયોગ સંવેદનશીલ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે કરી શકાય છે. જેમ કે શાહી-નિવાસ, રમત-ગમત-પ્રસંગો અથવા અમુક ખાસ અને મોટા પ્રસંગો, આ ઘણીવાર ફક્ત અસ્થાયી રૂપે લાગુ કરી શકાય છે. લશ્કરી સંદર્ભમાં નો-ફ્લાય ઝોનનો અર્થ એ છે કે હુમલા અથવા દેખરેખને રોકવા માટે કોઈપણ વિમાન તે વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં. પરંતુ તે સૈન્ય દ્વારા લાગુ કરવામાં આવે છે જેથી કરીને વિમાનને સંભવિત રીતે નીચે પાડી શકાય.યુક્રેનના રાષ્ટ્રપતિની માંગણી મુજબ, નો-ફ્લાય ઝોન લાદવાનો અર્થ એ થશે કે લશ્કરી દળો, ખાસ કરીને દ્ગછ્‌ર્ં દેશના દળો તે એરસ્પેસમાં કોઈપણ રશિયન એરક્રાફ્ટને સીધું નિશાન બનાવી શકશેઅને જાે જરૂર હોય તો તેનો નાશ પણ કરી શકાય છે.

Follow Me:

Related Posts