યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીયોને બચાવવા યુએનમાં ભારતે ચિંતા વ્યક્ત કરી
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન બંનેને વારંવાર વિનંતી કરવા છતાં, પૂર્વી યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવી શકાયો નથી અને તે તેના વિશે ‘અત્યંત ચિંતિત’ છે. ભારતના સ્થાનિક પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદમાં કહ્યું, “ભારત તમામ પ્રકારની દુશ્મનાવટનો અંત લાવવાનું આહ્વાન કરી રહ્યું છે.” તેમણે કહ્યું કે ભારતે યુક્રેનમાંથી તમામ નિર્દોષ નાગરિકો, ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સલામત અને અવરોધ વિનાના માર્ગની માંગ કરી છે.
તિરુમૂર્તિએ કહ્યું, “અમે ખૂબ જ ચિંતિત છીએ કે બંને પક્ષોને અમારી વિનંતીઓ છતાં, સુમીમાં ફસાયેલા અમારા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત કોરિડોર બનાવવામાં આવ્યો નથી.” તેમણે કહ્યું કે ભારત અત્યાર સુધી યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેના ૨૦,૦૦૦ થી વધુ નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં સફળ રહ્યું છે. તિરુમૂર્તિએ કહ્યું, “અમે અન્ય દેશોના લોકોને પણ તેમના દેશમાં પહોંચવામાં મદદ કરી હતી જેમણે આ સંબંધમાં અમારો સંપર્ક કર્યો હતો.” ભારતે ેંદ્ગ સુરક્ષા પરિષદને કહ્યું કે, એ મહત્વનું છે કે કોઈપણ માનવતાવાદી કાર્યવાહી હંમેશા તટસ્થતા, નિષ્પક્ષતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શિત હોય. આ દરમિયાન તિરુમૂર્તિએ કહ્યું કે ભારત પહેલા જ યુક્રેન અને તેના પાડોશી દેશોને માનવતાવાદી સહાય મોકલી ચૂક્યું છે.
જેમાં દવાઓ, તંબુ, પાણીના સંગ્રહની ટાંકીઓ, અન્ય રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. અમે અન્ય આવશ્યકતાઓને ઓળખવા અને મોકલવાની પ્રક્રિયામાં છીએ. તિરુમૂર્તિએ કહ્યું, “આપણે યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ અને આગામી માનવતાવાદી સંકટ પર તાત્કાલિક ધ્યાન આપવું જાેઈએ.” યુએનના અંદાજ મુજબ, છેલ્લા ૧૧ દિવસમાં ૧.૫ મિલિયન શરણાર્થીઓએ યુક્રેનના પાડોશી દેશોમાં આશ્રય માંગ્યો છે. અમે ભારતીયો સહિત તમામ નાગરિકો માટે સલામત માર્ગની અમારી ખૂબ જ જરૂરી માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે. અમે ખૂબ જ ચિંતિત છીએ કે બંને પક્ષોને વારંવાર વિનંતીઓ કરવા છતાં, સુમીમાં અમારા વિદ્યાર્થીઓ માટે સલામત માર્ગ બનાવી શકાયો નથી.
Recent Comments