યુક્રેનની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભારત તરફથી શાંતિ અને સહયોગનો સંદેશ આપ્યો
ઝેલેન્સકીએ પીએમને તેમની મુલાકાત દરમિયાન કહ્યું,”રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિની દિશામાં પગલાં લેવાનો વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ મુદ્દો” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યુક્રેનની મુલાકાત લીધી હતી, જે આ દેશની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય માત્ર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનો નથી પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શાંતિની દિશામાં પગલાં લેવાનો પણ હતો. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મુલાકાતનું સ્વાગત કર્યું અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. પીએમ મોદીની આ મુલાકાત ઘણા કારણોસર ખાસ રહી. સૌ પ્રથમ, આ મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે થઈ રહી છે, જે વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. વધુમાં, આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે યુક્રેન તેના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું હતું, જે ૨૩ ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પીએમ મોદીએ ભારત તરફથી શાંતિ અને સહયોગનો સંદેશ આપ્યો હતો. પીએમ મોદીના યુક્રેન પ્રવાસ પર ઝેલેન્સકીએ ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે.
પીએમ મોદીનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે ભારત અને યુક્રેન વચ્ચેના સંબંધો સતત સારા રહ્યા છે અને લાંબા પણ છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમની આ મુલાકાત ઐતિહાસિક છે, કારણ કે ૩૦ વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેન આવ્યા છે. મોદી સાથેની વાતચીત દરમિયાન ઝેલેન્સકીએ કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની આશા વ્યક્ત કરી હતી. ઝેલેન્સકીએ કહ્યું કે ભારત હંમેશા યુક્રેનિયન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલનું સમર્થન કરે છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે યુક્રેન યુદ્ધને કારણે દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે અને તેમને ભારત તરફથી વધુ સહાયની અપેક્ષા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે તમામ શક્ય પ્રયાસો કરશે. તેમણે કહ્યું કે શાંતિનો માર્ગ સંવાદ અને કૂટનીતિથી જ શક્ય છે. મોદીએ ઝેલેન્સકીને એમ પણ કહ્યું કે ભારતે હંમેશા માનવતાને પ્રાથમિકતા આપી છે અને યુક્રેન સાથે સહયોગને પ્રોત્સાહન આપવા તૈયાર છે.
પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન એક તસવીર વાયરલ થઈ છે જેમાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ખભા પર હાથ રાખ્યો છે. ઘણા લોકોએ આ તસવીરને યુદ્ધની ભયાનકતા વચ્ચે એક સકારાત્મક સંદેશ તરીકે જાેયું. આ તસવીર એ વાતનું પ્રતિક છે કે ભારત યુક્રેનની સાથે ઉભું છે અને શાંતિ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. પીએમ મોદીની યુક્રેનની મુલાકાતને માત્ર દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના માર્ગ તરીકે જાેવામાં નથી આવી રહી, પરંતુ તે એવા મહત્વપૂર્ણ સમયે આવી રહી છે જ્યારે વિશ્વને શાંતિની જરૂર છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ મુલાકાતનું સ્વાગત કર્યું અને ભારત સાથે સહકાર વધારવાની આશા વ્યક્ત કરી. એવું પણ માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાતથી ભારત અને યુક્રેન વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બની શકે છે.
Recent Comments